દેશ-વિદેશ
News of Wednesday, 14th October 2020

પોલીસે ઘરમાં દરોડો પાડયો તો મળી આવ્યા ૨૦ અજગરઃ ૫૮૫ ઉંદર અને ૪૬ સસલાં

ન્યુયોર્ક, તા.૧૪:અમેરિકાના ઉટાહ પ્રાંતના રહેવાસી ૬૪ વર્ષના માર્ટિન બોનના દ્યરે પોલીસે તથા અન્ય વિભાગના અધિકારીઓએ દરોડો પાડીને તેની સામે મોટી સંખ્યામાં વિદેશી પ્રાણીઓને પાળવાનો ગુનો નોંધ્યો હતો. બાતમીના આધારે અધિકારીઓએ માર્ટિનના ઘરમાં તપાસ કરી ત્યારે દ્યરમાં મ્યાનમાર (બર્મા)ના ૨૦ અજગર, ૫૮૫ ઉંદર અને ૪૬ સસલાં હતાં. ૨૦ અજગરોમાંથી ૧૦ અજગર તો ૧૦ ફુટથી વધારે લાંબા હતા. અધિકારીઓએ નોંધ્યું હતું કે કેટલાંક પ્રાણીઓ પાંજરામાં હતાં અને અજગર સહિત કેટલાંક પ્રાણીઓ ખુલ્લામાં ફરતાં હતાં. એ પ્રાણીઓને વેટરનરી ડોકટર અને એનિમલ કન્ટ્રોલ સહિત સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવતી હતી.

(12:37 pm IST)