Gujarati News

Gujarati News

News of Monday, 14th October 2019

બ્રિટનમાં ૧૮ કેરેટના સોનાનું ડેબિટ કાર્ડ આવ્યું, કિંમત છે ૧૬.૮પ લાખ

લંડન તા. ૧૪: બ્રિટનમાં કોઇન્સનું ઉત્પાદન કરતાં સરકારી સંસ્થા રોયલ મિન્ટ દ્વારા એક ખાસ ડેબિટ કાર્ડ લોન્ચ કરવામાં આવ્યું છે. ૧૮ કેરેટ ગોલ્ડથી બનેલું આ કાર્ડ ધરાવતી વ્યકિતને પ્રીમિયમ એકાઉન્ટ્સ ફેસિલિટી અને એમાં ફોરેન એકસચેન્જ અને ટ્રાન્ઝેકશન ફીઝ શૂન્ય થઇ જશે. જોકે આ કાર્ડ ખરીદવા માટે સાધારણ માણસે પોતાનું બેન્ક અકાઉન્ટ ખાલી કરી દેવું પડે એમ છે. એની કિંમત છે ૧૮,૭પ૦ પાઉન્ડ્સ એટલેકે આશરે ૧૬.૮પ લાખ રૂપિયા. આ કાર્ડ પર્સનલાઇઝડ હશે. એની પર અકાઉન્ટધારકનું નામ અને સહી પણ અંકિત કરેલી હશે.

(11:43 am IST)