Gujarati News

Gujarati News

News of Tuesday, 14th August 2018

ભારે કરી :1322 કરોડની લોટરી જીતતા જ પતિને છોડી ચોર સાથે લગ્ન કરી લીધા !

કરોડો રુપિયા જીત્યાના ૧૫ મહિના બાદ ગિલિયન બફોર્ડએ પતિ એડ્રિયનથી છૂટાછેડા લઈ ચોર સાથે પરણી ગઈ

 

 સ્કોટલેન્ડની એક મહિલાએ ૧૩૨૨ કરોડ રુપિયાની લોટરી જીતવાની સાથે પોતાના પતિને છોડીને એક બદમાશ ચોર સાથે લગ્ન કરી લીધા છે.પોતાના પુર્વ પતિ સાથે ૧૩૨૨ કરોડ રુપિયાની લોટરી જીતનાર મહિલાએ સ્કોટલેન્ડના ફિફેમાં એક ચોરીની ઘટનાના દોષિત વ્યક્તિ સાથે લગ્ન કરી લીધા છે. યુરોપની પ્રસિદ્ધ યૂરોમિલિયન લોટરીમાં કરોડો રુપિયા જીત્યાના ૧૫ મહિના બાદ જ ગિલિયન બફોર્ડ નામની મહિલાએ પતિ એડ્રિયનથી છૂટાછેડા લઈ લીધા.

  યૂરોપીના વિખ્યાત અખબાર ધ સનના અહેવાલ અનુસાર, બ્રિયન એક પ્રોપર્ટી રિનોવેટર માટે કામ કરે છે. એણે કહ્યું કે, ગિલિયન બફોર્ડને ડેટ કરવાના શરુઆતના દિવસોમાં જ મેં મારા અપરાધ વિશે સાચું કહી દીધું હતું. બીજી તરફ ગિલિયને કહ્યું કે, ચોરીની ઘટના છ વર્ષ જૂની છે,એટલે એને હંમેશા સજા આપવી યોગ્ય નથી.

  બે બાળકોની માતા ગિલિયને એમ પણ કહ્યું કે, હું મારા વરના અપરાધ અંગે શરુઆતથી જ જાણતી હતી, અને એટલે મારા માટે પરેશાનીનું કોઈ કારણ નથી.

  ૪૬ વર્ષની મહિલાએ ૩૭ વર્ષીય પુરુષ સાથે લગ્ન કર્યા છે. મીડિયા અહેવાલ અનુસાર ગિલિયનના પતિ બ્રિયન ડીન્સને ચોરીનો દોષી જણાવવામાં આવી રહ્યો છે. બ્રિયને ૧૨ લાખની ચોરી માટે ૬ મહિનાની જેલની સજા ભોગવી છે.

(1:13 am IST)