Gujarati News

Gujarati News

News of Tuesday, 14th August 2018

વધુ પૈસા માગતી વાઇફથી છુટકારો મેળવવા પતિએ પોતાના જ મૃત્યુનું નાટક રચ્યું

નવી દિલ્હી તા ૧૪ : હજી એકાદ મહિના પહેંલા જ એક દંપતીએ મિત્રો અને સ્વજનો પાસેથી પૈસા પડાવવા માટે મોતનું નાટક કર્યુ હતું એવા સમાચાર આવ્યા હતા. આ સમાચારમાંથી પ્રેરણા લઇને અમેરિકામાં રહેતા ૨૭ વર્ષના ડેની ગોૈન્ઝાલીસ નામના યુવકે પોતાની પત્નીથી છુટકારો મેળવવા માટે પોતાના મૃત્યુંનું નાટક રચી કાઢયુંં. મુળ હદન્ડુરસનો ડેની કામ માટે અમેરિકા આવ્યો હતો. બે વર્ષ પહેલાં તેના લગ્ન થયાં હતાં અને પત્ની હોન્ડારસમાં જ રહેતી હતી. જોકે તેની પત્ની દર અઠજાડિયે ફોન કરીને વધુ પૈસા માગતી રહેતી હતી. ડેનીનું કહેવું હતું કે પત્ની જયારે પણ ફોન કરે ત્યારે તે વધુ પૈસાની જ ડિમાન્ડ કરતી રહેતી હતી. આખરે થાકીને તેણે પત્નીને ચકમો આપવા માટે મોતનું નાટક કર્યુ. તેણે સફેદ ચાદર ઓઢીને અને નાકમાં રૂનાં પુમડાં ભરાવીને પોણાની તસ્વીરો પડાવી. જાણે તેના અંતિમ સંસ્કાર થવા જઇ રહ્યા છે. એવી તસ્વીરો તેણે બીજાના મોબાઇલથી પોતાની પત્નીને મોકલી ડેનીએ પોતાનો મોબાઇલ બંધ રાખ્યો હતો. એટલે પત્ની ડાયરેકટ તેનો સંપર્ક ન કરી શકેે. જોકે ચતુર પત્ની હોન્ડારસની લોકલ ટીવી ચેનલ પાસે ગઇ અને આ તસ્વીરો બતાવીને કહ્યું કે અમેરિકામાં કામ કરવા ગયેલો તેનો પતિ મરી ગયો છે જેનું પાર્થિવ તેને જોઇએ છે. ટીવી પર ખબર આવતાં ડેનીના મોતના સમાચાર ણત્ની ઉપરાંતના બધા જ રિલેટિવ્સને પણ ખબર પડી. ઘરમાં રોકકળ મચી ગઇ. જોકે ટીવી પર મોટા પડદા પર તસ્વીર જોતાં કેટલાકને શંકા ગઇ કે આ તસ્વીરો ફેક હોઇ શકે છે. હોન્ડારસના મિડીયાએ અમેરિકાના રિપોર્ટરો દ્વારા તપાસ કરાવી તો ડેનીનો ભાંડો ફુટી ગયો. (૩.૩)

(12:02 pm IST)