Gujarati News

Gujarati News

News of Tuesday, 14th August 2018

બોસના ઉદ્ધતાઇભર્યા વલણની અસર પેરન્ટિંગ પર પડે

નવી દિલ્હી તા. ૧૪ : કોઇ પણ કંપનીમાં બોસ તેના કર્મચારીઓ સાથે ઉદ્ધતાઇભર્યુ વર્તન કરતો હોય તો તેની અસર કર્મચારીના પર્ફોમન્સ પર પડે જ છે અને એ કર્મચારીના બાળકો  પર પણ પડે છે એવુ કેલિફોર્નિયામાં અમેરિકન સાઇકોલોજીકલ એસોસિએશન દ્વારા  ૧૪૬ વર્કિંગ મધર્સ પર કરવામાં આવેલા  ઓનલાઇન  સર્વેમાં જાણવા મળ્યુ છે. જે ઓફિસમાં  બોસ એકદમ કડક વર્તન કરતો હોય  અને કર્મચારીને તેની ભુલ માટે વારંવાર  ઉતારી પાડતો હોય ત્યાં કામ કરનારા  કર્મચારીઓમાં આત્મવિશ્વાસનો અભાવ જોવા મળે છે. કર્મચારીઓનુ મન  કામમાં લાગતુ નથી. અને તેઓ  સ્ટ્રેસમાં રહે છે.  આના કારણે પેરન્ટ તરીકે તેમના સ્વભાવ પર અસર પડે છે. કેનેડામાં કાર્લટન યુનિવર્સિટીની  પ્રોફેસર ડી. કેથેરિનના  કહેવા મુજબ  વર્કિંગ મધર્સ ને લાગે છે કે તેઓ પેરેન્ટ  તરીકે અસરકારક નથી.  અને તેથી તેઓ  તેમના બાળકો  પ્રત્યેના વર્તનમાં એકદમ સ્ટ્રિકટ બને છે.  તેઓ ઈચ્છે છે કે બાળકો તેમના આદેશોનુ કોઇ પણ શરત વિના  પાલન કરે. જરાસરખી ભુલ માટે  પણ તેઓ બાળકોને સજા કરતા અચકાતી નથી.  તેઓ ઈચ્છે છે કે  બાળકો તેમના  કહેવા મુજબ જ કામ કરે અને શિસ્તપ્રિય બને. જોકે મમ્મીના  આવા વર્તનની અસર બાળકો પર થાય છે. અને તેઓ જાણે વિદ્રોહ  કરવાના મૂડમાં આવી જાય છે. (૯.૧)

 

(12:01 pm IST)