Gujarati News

Gujarati News

News of Saturday, 14th July 2018

રોજ ઓરેન્જ ખાઓ અને આંખને બચાવો

સિડની, તા.૧૪: ઓસ્ટ્રલિયામાં થયેલા એક રિસર્ચમાં જાણવા મળ્યું છે કે રોજ ઓરેન્જ ખાવાથી આંખના રોગ ટાળી શકાય છે. વેસ્ટમીડ ઇન્સ્ટિટયૂટ ઓફ મેડિકલ રિસર્ચમાં પ૦ વર્ષથી વધારે વયના આશરે ૨૦૦૦ લોકો પર પંદર વર્ષ સુધી આ રિસર્ચ કરવામાં આવ્યું હતું. આંખમાં મસ્કયુલર ડીજનરેશન થાય તો આંખથી જોવામાં તકલીફ થતી હોય છે, જે લોકો નિયમિત રીતે રોજ કે પછી અઠવાડિયામાં બે વાર ઓરેન્જ ખાતા હતા તેમની આંખો આ સમસ્યાથી મુકત રહેલી દેખાઇ હતી. આ સંદર્ભમાં યુનિવર્સિટી ઓફ સિડનીની લીડ-રિસર્ચર બામિની ગોપીનાથે કહ્યું હતું કે ઓરેન્જ ખાવાથી આંખના રોગ ટાળી શકાય છે એ પુરવાર થયું છે. (૨૩.૧૪)

(3:51 pm IST)