Gujarati News

Gujarati News

News of Saturday, 14th July 2018

ફોરસમ ફેમિલીઃ ત્રણ સ્ત્રીઓ અને એક પુરુષનો અજીબોગરીબ પરિવાર

ચારેય એક જ બેડ પર સાથે સૂએ છે અને તેમની વચ્ચેના ફિઝિકલ સંબંધોનું સમીકરણ પણ ચારેય વચ્ચે ઉઘાડું છેઃ આ કંઇ માત્ર મોજમજા માટેનો જ પરિવાર નથીઃ એમા કુલ આઠ બાળકો પણ છે

ન્યુયોર્ક તા.૧૪: પરિવાર એટલે પતિ-પત્ની અને સંતાનો એવી આપણી સામાન્ય સમજણ છે. આ સમજણનો ભાંગીને ભુક્કો કરી નાખે અને ખરેખર ગોટે ચડાવી દે એવો એક પરિવાર અમેરિકાના સેન એન્ટોનિયોમાં રહે છે. આ પરિવારની આંટીઘૂંટી સમજવી બહુ વિચિત્ર છે. ૩૦ વર્ષની એલિજાબેથનાં લગ્ન ૧૦ વર્ષ પહેલાં ૩૮ વર્ષના જેમ્સ નામના યુવક સાથે થયેલાં બન્નેને ત્રણ બાળકો પણ થયાં. એ પછી તેમના પરિવારમાં બીજું એક લેસ્બિયન કપલ જોડાયું. ઓડ્રી અને એશ્લી એ લીગલ મેરિડ લેસ્બિયન કપલ છે. આ ચારેય હવે એકબીજાનાં પતિ-પત્ની બનીને રહે છે. જેમ્સ આ ત્રણેય યુવતીઓને પોતાની વાઇફ કહે છે અને ત્રણેય યુવતીઓ અન્ય બે યુવતીઓને પોતાની પત્ની અને જેમ્સને હસબન્ડ કહે છે.  છેલ્લાં લગભગ પાંચ વર્ષથી તેમનું ફોરસમ ફેમિલી ખુશી-ખુશી જીવી રહ્યું છે.

એમાંથી એક સંતાન તો જેમ્સની એકસ-વાઇફનું છે. આઠેય સંતાનો પરિવારની ત્રણેય મહિલાઓને મમ્મી કહે છે. હજી જેમ્સની એકસ-વાઇફનાં મેરેજથી થયેલાં બે સંતાનોની કસ્ટડી મેળવવા માટે કેસ ચાલે છે. પરિવારમાં આમ જોઇએ તો કાયદાકીય રીતે બે લગ્નો છે, પરંતુ બે લગ્નોમાં સંકળાયેલા ચારેય જણ વચ્ચે જે સમજણનો સંબંધ છે એ આજના જમાનામાં ન સમજી શકાય એવો છે. (૧.૫)

(11:50 am IST)