Gujarati News

Gujarati News

News of Saturday, 14th July 2018

મેનિકયોર કર્યા વગર હાથને રાખો કોમળ અને સુંદર

૧. દરરોજ હાથોને એન્ટીબેકટેરીયલ સાબુ લગાવી હળવા હાથે નવસેકા પાણીથી ધોવા.

૨. આખો દિવસ હાથને સાબુથી ધોવાથી ડ્રાઈનેસ આવી જાય છે. તેથી તેને કોમળ કરવા માટે સારા બ્રાન્ડના મોશ્ચરાઈઝરનો ઉપયોગ કરવો. દિવસમાં ઓછામાં ઓછુ ૩-૪ વાર તેને હાથ પર લગાવો.

૩. જો તમે ઘરની સફાઈ, વાસણ અને બાથરૂમની સફાઈ જાતે જ કરો છો તો હંમેશા (ગ્લવ્ઝ)નો ઉપયોગ કરો.

૪. ઘરી બહાર નીકળતી વખતે ગ્લવ્ઝ પહેરીને નીકળો.

૫. હાથમાંથી મેલ અને ગંદકી દૂર કરવા માટે અઠવાડીયે ઓછામાં ઓછુ ૨ વાર સ્ક્રબ કરવું. સ્નાન કરતી વખતે ટૂથબ્રશમાં સાબુ લગાવી હળવે હળવે હાથ પર ઘસો. તેનાથી હાથના રોમછીદ્રોમાં જામેલ ગંદકી બહાર નીકળી જશે.

૬. હાથ પર ટેનિંગની સમસ્યા થતા તેના પર કાકડીનો રસ લગાવો. જો તમે તેમાં ગ્લિસરીન મિકસ કરીને લગાવશો તો હાથ મુલાયમ રહેશે.

૭. તડકામાં બહાર જતા પહેલા હાથ પર સનસ્ક્રિન ક્રીમ જરૂર લગાવવું.

૮. સમયસર નખ કાપવા અને તેને સાફ રાખવા.

૯. રાત્રે સૂતા પહેલા હાથ ધોઈને લોશન લગાવી ૫ મિનીટ સુધી હળવા હાથે મસાજ કરીને સૂવું.

(9:24 am IST)