Gujarati News

Gujarati News

News of Wednesday, 13th June 2018

આ ભાઇએ ગાયને બ્રા પહેરાવીને પીડામાંથી બચાવી

લંડન તા.૧૩: સ્કોટલેન્ડમાં રહેતા ગ્રેહામ બર્નેટ નામના ૫૬ વર્ષના ભાઇએ પોતાની પાળેલી ગાય ડોરિસને પોતાની વાઇફની જુની બ્રા પહેરાવવાનો પ્રયોગ કર્યો હતો. આવું કરવા પાછળનો આશય ગાયને પીડામાંથી ઉગારવાનો જ હતો. વાત એમ હતી કે ડોરિસનું તાજું જન્મેલું વાછરડું દૂધ પીવા માટે માત્ર આગળના જ બે આંચળ વાપરતું હતું. બચ્ચું પાછળના આંચળમાંથી દૂધ પીએ એ માટે ગ્રેહામે બહુ જ કોશિશ કરી પણ વાછરડું સમજતું જ નહોતું.આમ, જોવા જઇએ તો વાછરડાએ કયાં આંચળમાંથી દૂધ પીવું એ એની ચોઇસની મેટર છે. પરંતુ એને કારણે ગાય બહુ હેરાન થતી હતી. પાછળના આંચળમાં દૂધ ભરાઇને સુકાઇ જતું અને પછી સોજો આવી જતાં ગાય પીડાથી ભાંભરતી રહેતી. મેડિકલી આ સમસ્યા મેસ્ટાઇટિસ તરીકે ઓળખાય છે. આવું થાય ત્યારે સૂજેલાં આંચળમાંથી દબાવીને દૂધ કાઢવું પડે અને એ વખતે પણ ગાયને બહુ પીડા થાય.

શરૂઆતમાં ગ્રેહામે ગાયના આગળના આંચળને છુપાવવા માટે એના પર ટેપ લગાવવાનો પ્રયોગ કર્યો, પરંતુ એમાંથી ઝરતા દૂધને કારણે એ થીડી જ વારમાં નીકળી જતી. આખરે તેણે ફુલ સાઇઝની મહિલાઓ માટેની જૂની બ્રા મગાવી અને ગાયના આંચળ સાથે બાંધી દીધી. શરૂઆતમાં વાછરડાએ પાછળના આંચળમાંથી દૂધ પીવા માટે થોડાંક નખરાં કર્યા, પણ પછી સમજી ગયું. આશ્ચર્યની વાત એ છે કે હવે ગ્રેહામ વારાફરતી આંચળને બ્રાથી ઢાંકીને વાછરડાને કયાંથી દૂધ પીવું એ માટે દોરે છે અને ગાયની પીઠા ગાયબ છે. (૧.૭)

(9:53 am IST)
  • સુરતના મેયર તરીકે ડો.જગદીશ પટેલની પસંદગી : સ્ટે. કમિટિના ચેરમેન પદે અનિલ ગોપલાણીની નિમણુંકઃ ડે. મેયર તરીકે નિરવ શાહઃ શાસક પક્ષના નેતા તરીકે દયાંશંકરસિંહની વરણી access_time 11:31 am IST

  • મુંબઈ હુમલાનો માસ્ટર માઈન્ડ હાફિઝ સઈદને જોરદાર ઝટકો :ચૂંટણી આયોગે હાફિઝના સંગઠન જમાત-ઉદ દવાની રાજકીય એકમ મિલ્લી મિસલીમ લીગને રાજકીય પાર્ટી તરીકે નોંધણી કરવાની અરજી ફગાવી :ઇસ્લામાબાદ ઉચ્ચ ન્યાયાલયે પાકિસ્તાન ચૂંટણી પંચે હાફીઝ્ની પાર્ટીને રાજકીય પાર્ટી તરીકે રજીસ્ટ્રેશન કરવાની અરજી નકારી કાઢવાના પોતાના નિર્ણ્યની સમીક્ષા કરે access_time 1:22 am IST

  • મુંબઈમાં ત્રણ દિવસ વાદળાઓ છવાશેઃ હળવો વરસાદ પડશેઃ મુંબઈમાં આજે વાદળછાયા વાતાવરણ વચ્ચે એકાદ બે જગ્યાએ હળવો વરસાદઃ કાલે સાંજે હળવો વરસાદ પડશેઃ મુંબઈવાસીઓને ગરમીમાંથી આંશિક રાહત મળશેઃ શનિવારે વાદળછાયા વાતાવરણ વચ્ચે છાંટાછુટીની સંભાવના access_time 11:30 am IST