News of Saturday, 14th April 2018

શું તમે રાતના રાજા છો? તો બહુ ગર્વ કરશો નહીં : તમારૂ સ્વાસ્થય જોખમમાં છે

નવી દિલ્હી, તા.૧૪ : અરે મારે તો રાત પડે એટલે જ ખરો દિવસ ઊગે એવું કહેતાં આપણે ઘણા યંગસ્ટર્સને સાંભળ્યા છે. લોકો રાતે નવ-દસ વાગ્યે દિવસ પતાવીને સૂવાની વાત કરતા હોય ત્યારે આવા લોકો પાર્ટી કરવાની અને મિત્રો સાથે મહેફિલ જમાવવાની તૈયારી કરે છે. ઘણી વાર તેઓ આખી રાત જાગીને કામ કરે છે. સ્ટુડન્ટસ પણ આખો દિવસ આમતેમ ભટકીને રાત પડયે ચોટી પકડીને વાંચવા બેસી જાય છે. જો તમે પણ આમાંના જ એક હો તો ચેતવા જેવું છે. બ્રિટનમાં પાંચ લાખ લોકોની સુવા-ઊઠવાની આદતોનો અભ્યાસ કરીને નોંધાયુ છે કે પોતાને રાતના રાજા ગણાવતા લોકોમાં અચાનક અને વહેલું મૃત્યુ થવાનું જોખમ દસ ટકા જેટલું વધારે હોય છે. ક્રોનોબાયોલોજી ઇન્ટરનેશનલ નામની જર્નલમાં છપાયેલા અભ્યાસ મુજબ રાતે ઉજાગરા કરીને કામ કરતા કે મજા માણતા લોકો નોર્મલ આવરદા કરતાં સાડાછ વર્ષ જેટલા વહેલા મૃત્યુ પામે એવી સંભાવના હોય છે. અભ્યાસકર્તાઓએ નોંધ્યું છે કે રાતે જાગવાનું પ્રિફર કરતા લોકોમાં ડાયાબિટીઝ, સાઇકોલોજિકલ ડિસઓર્ડસ અને ન્યુરોલોજિકલ ડિસઓડર્સ થવાનું પ્રમાણ ઘણું જ ઊચું હોય છે. રાતના જ વધુ એકિટવ ફીલ કરતા લોકોની બોડી-કલોક સૂર્યના ઊગવા-આથમવા સાથે સેટ થયેલી નથી હોતી જેને કારણે શરીરની આંતરિક કલોક અને બ્રાહ્ય સમયની રિધમ જળવાતી નથી. ખાવા-પીવાનો સમય, સૂવા અને જાગવાનો સમય મેચ નથી થતો. કસરતનું પ્રમાણ સાવ જ ઘટી જાય છે અને આ બધાને કારણે સાઇકોલોજિકલ સ્ટ્રસ પેદા થાય છે જે શરીરમાં ક્રોનિક રોગોને જન્મ આપે છે.(૨૩.૮)

(2:28 pm IST)
  • 'દલિત' શબ્દ પર પ્રતિબંધ: મોદી સરકારનું મોટું પગલું: સામાજિક ન્યાય-અધિકાર મંત્રાલયનો તમામ રાજયોને આદેશઃ સરકારી કાર્યોમાં અને દરેક ક્ષેત્રે દલિત શબ્દનો ઉપયોગ ન કરો: મધ્યપ્રદેશ હાઇકોર્ટના ચુકાદાને ટાંકીને કેન્દ્રએ આદેશ આપ્યા : અનુસુચિત જાતિની વ્યકિતના નામ આગળ ''જાતિ'' લખવી પડશે : દલિત શબ્દનો ઉપયોગ નહીં કરી શકાય access_time 11:39 am IST

  • એપ્રિલ ૨૦૧૮માં મનરેગા વેતનની ૯૯% ચૂકવણી બાકીઃ આ વર્ષે ઘણાં રાજયોમાં મનરેગામાં મજૂરી વધી નથીઃ આંકડાઓ દર્શાવી રહ્યાં છે કે દેશમાં માર્ચ- એપ્રિલમાં મનરેગા હેઠળ થયેલાં કામોના ૮૫થી ૯૯ ટકા મજૂરીના ચૂકવણાં બાકી છે access_time 10:18 am IST

  • કેન્દ્રીય મંત્રી સત્યપાલ સિંહે શનિવારે કહ્યું કે અલ્પસંખ્યકોને અનેક અધિકારો મળેલા છે જ્યારે બહુસંખ્યકોને નથી. તેમણે છેલ્લા કેટલાય દાયકાઓમાં બંધારણની જે રીતે વ્યાખ્યા કરવામાં આવી છે તેના ઉપર ફરીથી વિચાર કરવાની વકીલાત કરી. કાયદા સામે બધા સમાન છે તેનો ઉલ્લેખ કરતા કેન્દ્રીય માનવ સંસાધન વિકાસ રાજ્યમંત્રીએ કહ્યું કે "છેલ્લા બે દાયકાઓમાં જે રીતે બંધારણની વ્યાખ્યા કરવામાં આવી અને કાયદાને પરિભાષિત કરવામાં આવ્યો તેના ઉપર ફરીથી વિચાર કરવાની જરૂર છે. આપણે તેના ઉપર ફરીથી વિચાર કરવો જોઈએ." access_time 12:41 am IST