Gujarati News

Gujarati News

News of Thursday, 13th December 2018

૯ વર્ષ પહેલાં ટોઇલેટમાં ફલશ થઇ ગયેલી રિંગ પાછી મળી

ન્યુજર્સી તા. ૧૩: અમેરિકાના ન્યુજર્સીમાં રહેતાં ૬૦ વર્ષનાં પૌલા સ્ટેન્ટન નામનાં આન્ટી ટોઇલેટ સાફ કરી રહ્યાં હતાં ત્યારે તેમની આંગળીમાંથી વીંટી સરકીને કમોડમાં જતી રહી અને ફલશ કરવાની સાથે એ અંદર ગાયબ થઇ ગઇ હતી. તેમણે તરત જ સીવેજની પાઇપ સાફ કરીને રિંગ કાઢી શકે તેવા પ્લમ્બરને બોલાવ્યો, પણ ખાસ્સી મહેનત પછી તેણે હાથ ઊંચા કરી દીધા. આખરે ડાયમન્ડજડિત સોનાની રિંગ ફરી મળશે નહિં એવી તેમણે સાવ આશા જ છોડી દીધી હતી. આ ઘટનાને નવ વર્ષ પણ થઇ ગયાં. જો કે તાજેતરમાં તેમના ઘરની નજીક સીવેજની પાઇપમાં ગરબડ થઇ હોવાથી કેટલાક એન્જિનિયરોએ પાઇપ ખોલી હતી. તેમને ત્યાં ટીંવીની શોધ માટે આવેલો પ્લમ્બર પણ એ લોકોની ટીમમાં હતો. આ વર્કરને કચરામાંથી એક વીંટી મળી હતી. પેલાને તરત જ યાદ આવ્યું કે આ તો પૌલા સ્ટેન્ટનની જ રિંગ હશે. આખરે નવ વર્ષ સીવેજમાં રહ્યા પછી રિંગ પાછી મળી હતી. આ રિંગ પૌલાને તેના હસબન્ડે લગ્નની વીસમી એનિવર્સિરી પર ગિફટ કરી હતી.

 

(11:38 am IST)