Gujarati News

Gujarati News

News of Thursday, 13th September 2018

ટોક્સીક રીલેશનઃ વિશ્વમાં નવો રોગચાળો

એકબીજાને ટેકો આપતા ન હોય લડતા હોય દગો હોય હરિફાય-અનાદર કરતા હોય

કેલીફોર્નિયા સ્થિત સાઇકોલોજી એકસપર્ટ ડો.લીલીયન ગ્લાસે ૧૯૯પમાં લખેલ પુસ્તક ''રોકસીક પીપલ''માં રોકસીક સંબંધોની વ્યાખ્યા આપતા કહ્યું છે કે ''એવા કોઇપણ સંબંધો જેમાં વ્યકિતઓ એકબીજાને ટેકો ન આપતા હોય, લડતા હોય, દગો આપવા ઇચ્છતા હોય, હરીફાઇ હોય, અનાદર હોય અને સંયોજનનો અભાવ હોય તે રોકસીક સંબંધો છે.''

દરેક સંબંધમાં ઉતાર-ચડાવ આવતા જ હોય પણ ગ્લાસના કહેવા મુજબ રોકસીક સંબંધો સતત અણગમતા અને તેમાં જોડાયેલ લોકોમાંથી હકારાત્મકતાને નિચોવીને નકારત્મકતા તરફ ઘસડી જતા હોય છ.ે કેલીફોર્નિયા સ્થિત માનસીક આરોગ્યના નિષ્ણાંત ડો. ક્રિસ્ટન ફુલર ઉમેરતા કહે છે કે રોક્ષીક રીલેશનશીપ માનસિક, ભાવનાત્મક અને શારીરિક રીતે પણ એક અથવા બન્ને સંબંધીઓ માટે નુકશાન કર્તા છે. ડો. ગ્લાસ એમ પણ કહે છે કે રોકસીક સંબ઼ધો મિત્રો, કુટુંબ અથવા ધંધાકીય પણ હોઇ શકે છે.

ફુલરનું કહેવું છે કે જે લોકો વારંવાર પોતાના સાથીદારને અપમાનિત કરે અથવા નુકસાન પહોંચાડે-પછી તે જાણી જોઇને કરે કે અજાણતા તેમની પાસે પોતાના આવા વર્તન માટેના કારણો હોય છ.ે ટોકસીક સંબંધો રોમેન્ટીક પણ હોય શકે અથવા બાળક તરીકેના પણ હોય શકે. તે લોકો ટેકો આપનાર અથવા પ્રેમ બતાવનાર નથી હોતા તેઓ શાળામાં અશિસ્ત આચરનારા પણ હોઇ શકે છે તેઓ ડીપ્રેશન, બાઇપોલર ડીસઓર્ડર, ઇટીંગ ડીસઓર્ડર જેવી માનસીક બીમારીઓથી પીડાતા પણ હોઇ શકે.

ટોક્ષીક સંબધોના લક્ષણો

કોઇપણ પ્રકારની હિંસા, ગાળા ગાળી અથવા હેરાનગતી કરવી આ બધા તેના મુખ્ય લક્ષણો છે. પણ ઘણા કેસમાં આ લક્ષણો એકદમ સૂક્ષ્મ હોય છે.

પહેલું અને સાદું લક્ષણ છે સતત નારાજી. ગ્લાસનું કહેવું છે કે જયારે કોઇપણ સંબંધ જેમાં તમને આનંદ ન થાય અને તેની જગ્યાએ દુઃખ, ગુસ્સો અથવા તેની છોડી દેવાની ઇચ્છા થતી હોય તો તે ટોક્ષીક સંબંધ હોવાની શકયતા છે. બીજા યુગલોને જોઇને તમને ઇર્ષા થતી હોય તો તમારા સંબંધો ટોક્ષીક હોઇ શકે છે.

જો તમારા સાથીદાર સાથે હો ત્યારે તમારી માનસીક સ્થીતી, તમારા વ્યકિતત્વ અથવા તમારા સ્વમાનમાં નકારાત્મકતા આવે તો તે પણ ટોક્ષીક સંબંધ છે.

ટોક્ષીક સંબંધોમાં શું કરવું.

ઉપરના કોઇપણ લક્ષણો જણાતા હોય તો તેને નિવારના પ્રયત્નોમાં લાગી જવું જોઇએ. જો તમને એમ લાગતું હોય કે તમારા પર શારિરીક જોખમ છે તો તમારે અધિકારીઓને જાણ કરવી જોઇએ.

જો  નુકશાન ભાવનાત્મક અથવા માનસીક હોય તો તમારે તે ઇસ્યુ દૂર કરવાના પ્રયત્નો કરવા જોઇએ. ફુલરનું કહેવંુ છે કે જો આના કારણે ડીપ્રેશન અથવા ટ્રો માં જો કોઇની વર્તણુકમાં જણાય તો તેની મેડીકલ અને માનસીક સારવાર તેને મદદરૂપ થઇ શકે. ગ્લાસનું માનવું છે કે સમસ્યાના મુળ સુધી  જવું મહત્વનું છે.

ગ્લાસ કહે છે કે કોઇ વ્યકિત શા કારણે ટોક્ષીક છે. તે જાણીને તેના માટે પુરતા પ્રયત્નો કરવા જોઇએ છતાં પણ જો તે દુર ન થઇ શકે તો તે સંબંધોથી છૂટી જવું વધારે બહેતર છે.

કોઇપણ સંબંધ તમારી શાંતિ, આનંદ અને ખુશીથી વધારે નથી એમ ગેમ્બલનું કહેવું છે. (ટાઇમ મેગેઝીનમાંથી સાભાર)

(4:08 pm IST)