Gujarati News

Gujarati News

News of Wednesday, 12th September 2018

તમને ઉછેરીને મોટા કરનાર માંને ન સમજતા ઘરની કામવાળી

એક કડવુ સત્ય આજે આપણા બધાની સામે છે, જેને નકારી શકાય તેમ નથી. આપણા દેશમાં સંયુકત પરીવાર ઝડપથી તૂટતા જઈ રહ્યા છે. છતા કેટલાય એવા પરીવાર છે, જેનો અન્ય કોઈ સહારો ન હોવાના કારણે માં-બાપએ પુત્ર-વહુ પર નિર્ભર રહેવુ પડે છે. બે ટાણાની રોટલા માટે તો કયારેક હાથ-પગ કામ ન કરવાના કારણે પુત્ર સાથે રહેવા સિવાય તેની પાસે બીજો કોઈ વિકલ્પ હોતો નથી.

શહેરોમાં મોટા ભાગની મહિલાઓ નોકરી કરતી હોય છે. ત્યારે બાળકની સંભાળ અને ઘરનું કામ ભારણ બની જાય છે. કેટલીક બદલતી માનસિકતા, જે તેને માત્ર પોતાના માટે જ વિચારતા શીખવે છે. થોડી સમયની ખામી તો થોડી કામચોરીની આદતના કારણે તેને એક કામવાળી અથવા તો આયાની જરૂર પડે છે.

આયા એક તો મોંઘી બહુ પડે છે. વળી, તે સિન્સીયર હોતી નથી. વળી, બાળકના ફળ-દૂધ છૂ કરીને લઈ જવા, બાળક થોડુ રડે તો પણ માર મારવો, આંખો બતાવવી, તેના મનમાં રોષ પેદા કરવો, આ બધી વાતો આયાની ફિતરત ગણવામાં આવે છે.

આ સમયે સાસુ ખૂબ જ કામ આવે છે. અને જો તે સ્વસ્થ અને મહેનતી હોય તો કહેવુ જ શું રહ્યું? ત્યાં ન પગાર આપવાની ચિંતા... કે ન તો કરગરવુ પડે...દરરોજની નોકરી છોડી દેવાની ધમકીઓનો પણ ડર નહિં...

વહુને પણ શું કહેવુ જ્યારે આપણો જ સિક્કો ખોટો હોય...આજે ૯૦ ટકા છોકરાઓ પોતાની પત્નિના સાડીના પાલવથી બંધાયેલા હોય છે અને માંની ઘોર ઉપેક્ષા કરે છે. તેની પત્નિ ખુશ રહેવી જોઈએ, જેથી તેને શારિરીક સુખ અને માનસિક તૃપ્તિ મળી રહે.

ઘર-ઘરની આજે આ જ વાર્તા છે. માંની ઉંમરનો વિચાર કર્યા વગર તેને આખો દિવસ કામમાં વળગાળી દેવાના, ઘરના એકેય નિર્ણયમાં બોલવાનું નહિં, ભાણામાં આવે તેટલુ ખાઈ લેવાનું અને એક જ રૂમમાં બેસી રહેવાનું કહેવામાં આવે છે. આ એ જ માં છે, જેને તમને બોલતા શીખવાડ્યુ.. ચાલતા શીખવાડ્યુ.. લડતા બાળકોને સમજાવતી અને હસાવતી હતી.. પરંતુ નવા સંબંધોની આડમાં હવે તેની વાણી બધાને કડવી ઝેર જેવી લાગે છે.

યુવાની એક ઉંમર જ એવી હોય છે. આ સમય દરમિયાન વ્યકિત યુવાનીના નશામાં દ્યુત કોઈની ચિંતા જ કયાં કરે છે? આપણે આપણુ કરો.. મા-બાપને બે ટાણાનો રોટલો મળી જાય છે.. ને.. પછી શું? પરંતુ, એ વાત ન ભુલતા કે તમારા માતા-પિતા પણ આ સમયમાંથી પસાર થયા છે. જ્યારે તેના આનંદ કરવાના દિવસો હતા, ત્યારે તેને પેટે પાટા બાંધીને તમને મોટા કર્યા છે. તમારા મોઢા પર ખુશીની એક ઝલક જોવા માટે તેને પોતાની અનેક ખુશીની કુરબાની આપી છે. દિકરાને ભણાવી ગણાવીને મોટા વ્યકિત બનાવવાના તેના સપના પાછળ તેના પગના તળીયા ઘસાઈ ગયા છે અને હવે તેના પગ સાથ નથી આપતા... તો એ જ દિકરા તેને લાત મારીને ચાલ્યા જાય છે...

આવા સમયે મા-બાપ પળે-પળ મોતના ત્રાજવે તોલાતા રહે છે. આત્મસમ્માન વગર, દરરોજ અપમાનિત થવાના કારણે તે પોતે તૂટવા લાગે છે. પહેલાના સમયમાં જીવનનો આ છેલ્લો પડાવ ગરિમામય હતા. ઘરે દિકરાની વહુ આવી જાય એટલે ઘરના કામકાજમાંથી નિવૃતિ લઈને સુખી થયા ગણાતા. એટલે ત્યારે બધાને સાસુ બનવાનો અનેરો આનંદ થતો અને બધી મહિલા પોતાના દિકરાના લગ્નના સોનેરી સપના જોતી હતી. પરંતુ, આ સપનાઓમાં આજે આગ લાગી ચૂકી છે. ઈજ્જતના કારણે દિકરા, વહુ અને સાસુએ નકલી મુખોટો પહેરી અન્ય લોકોની સામે ઘરમાં શાંતિ હોવાનો દેખાવ કરવો પડે છે.

આજે દિકરા-વહુના મેણા-ટોણા, લાંછન સહન કરતી અને થાકી ગયેલા હાથે ઘરનું બધુ કામ કરતી એ માંનો ચહેરો  કરૂણાને પાત્ર લાગે છે. તે માત્ર સપનામાં પોતાના વિતેલા દિવસો યાદ કરતી રહી જાય છે, જ્યારે તે આ ઘરમાં રાણી બનીને રાજ કરતી હતી...

(9:45 am IST)
  • સુરત :મિઝલ્સ-રુબેલા રસીકરણ કેમ્પેઇન:10 લાખ 82 હજાર 878 બાળકોને રસીકરણ કરાયું: રાજ્યમાં સૌથી વધુ બાળકોનું રસીકરણ સુરતમાં થયું :16 જુલાઈથી શરૂ થયું હતું કેમ્પેઇન: 9 માસથી 15 વર્ષના બાળકોનું રસીકરણ કરાયું access_time 11:02 pm IST

  • નવી એપલ વોચ-4 લોન્ચ:ઇસીજી ,ઇલેક્ટ્રો કાર્ડિયોગ્રામ જેવા અદભૂત નવા ફીચર્સ:૬૪ બીટ ડ્યુઅલ કોર પ્રોસેસર:એક્સીલેરોમીટર,જાયરોસ્કોપ જેવા નવા ફીચર્સ લોન્ચિંગ ઇવેન્ટ ટ્વિટર ઉપર લાઈવ access_time 12:04 am IST

  • તાપી:કાકરાપાર પોલીસ મથકમાં નોંધાયેલ 12 વર્ષીય બળા સાથેનો દુષ્કર્મ મામલો:બાળકીની માતા દ્વારા બાળકીના પિતા અને અન્ય એક વ્યક્તિ પર કરાઈ હતી બળાત્કાર ની ફરિયાદ: બાળકીએ સુરત સિવિલમાં હાલ થોડા દિવસ અગાઉ આપ્યો હતો બાળકને જન્મ:બાળકના ડીએનએ શકમંદો સાથે ટેસ્ટ કરતા થયો ખુલાસો:શકમંદ પિતા અને અન્ય એક ઈસમના ડીએનએ બાળક સાથે મેચ ન થયા:પોલીસે વધુ તપાસ હાથ ધરી access_time 12:03 am IST