Gujarati News

Gujarati News

News of Thursday, 13th February 2020

ફિલીપીંસમાં બે માર્ગ અકસ્માતમાં એક વિદ્યાર્થીનું મૃત્યુ:17 ગંભીર રીતે ઈજાગ્રસ્ત

નવી દિલ્હી:ફિલીપીંસની રાજધાની મનિલામાં બે અલગ અલગ માર્ગ અકસ્માતમાં એક 147 વર્ષીય વિદ્યાર્થીનું મૃત્યુ નીપજ્યું હોવાનું માલુમ પડી રહ્યું છે જયારે અન્ય 17ને ગંભીર રીતે ઇજા પહોંચતા તેમને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

               સ્થાનિક પોલીસ અધિકારીએ આપેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે પ્રથમ ઘટના બુધવારના રોજ મકાતી શહેરમાં  બની હતી જ્યાં એક પુરપાટ ઝડપે જતી જીપ રસ્તો ઓળંગતી વેળાએ વિદ્યાર્થીના સમૂહને  અથડાઈ હતી તેમજ બીજી દુર્ઘટનામાં એક વિદ્યાર્થીનું મૃત્યુ નીપજ્યું છે તેમજ અન્ય સાતને ગંભીર રીતે ઇજા પહોંચી છે.

(6:37 pm IST)