Gujarati News

Gujarati News

News of Tuesday, 12th June 2018

ટીનેજ ગર્લ્સ, સ્ટ્રોંન્ગ બનવું હોય તો ફુટબોલ રમો

નવી દિલ્હી, તા.૧૨: ક્રિકેટ રમનારા લોકોને ફિટ રહેવા માટે ખૂબ મહેનત કરવી પડે છે જયારે ફુટબોલની રમત જ એવી છે  જે રમવાથી શરીરમાં ચોકકસ ફાયદા થાય. ડેન્માર્કની યુનિવર્સિટીના સ્પોર્ટસ સાયન્સ એન્ડ કિલનિકલ બાયોમેકેનિકસ વિભાગના નિષ્ણાંતોનું કહેવું છે કે બાળકોને એકસરસાઇઝ કરાવવાને બદલે ફુટબોલ જેવી રમતો રમાડવામાં આવે તો એ તેમની ઓવરઓલ ગ્રોથ સુધારે છે. એવું જોવા મળ્યું છે કે ફુટબોલ રમવામાં પણ છોકરાઓ જ વધુ રસ ધરાવતા હોય છે, પરંતુ છોકરીઓને પણ એકસરસાઇઝના ભાગરૂપે ફુટબોલ રમાડવામાં આવે તો ઓછું બ્લડ-પ્રેશર, સ્ટ્રોંગ સ્નાયુઓ અને સંતુલન જાળવવામાં સુધારો થાય છે. અભ્યાસ દરમ્યાન ૧૦ થી ૧૨ વર્ષના છોકરા-છોકરીઓની હેલ્થ તપાસવામાં આવી હતી. જે છોકરીઓ નિયમિત ફુટબોલ રમવાનું પસંદ કરે છે તેમની હાઇટનો ગ્રોથ સારો થાય છે, નાની ઉંમરે બ્લડપ્રેશર વધવાની સમસ્યા કન્ટ્રોલમાં રહે છે. મસલ્સ મજબૂત થવાથી ઓવરઓલ સ્ટ્રોંગનેસ વધે છે. જમ્પિંગ દરમ્યાન સંતુલન જાળવવાની ક્ષમતા વધતી હોવાથી ન્યુરોલોજિકલ ફાયદા પણ થાય છે. ડેન્માર્કના નિષ્ણાંતોનું કહેવું છે કે પ્યુબર્ટી દરમ્યાન છોકરીઓને હોલિસ્ટ્રિક એકસરસાઇઝ મળે એ માટે ફુટબોલ સૌથી શ્રેષ્ઠ રમત છે.

(2:52 pm IST)