Gujarati News

Gujarati News

News of Tuesday, 12th June 2018

ગરમા-ગરમ ચા પીવાથી જીભ બળી ગઈ છે?

સવારનો સમય હોય અને ગરમા-ગરમ ચા પીવા મળી જાય તો શું મજા આવી જાય?  પરંતુ, કયારેક ગરમા-ગરમ ચા પીવાથી તમારી જીભ બળી જાય છે અને તમને ખૂબ જ બળતરા થાય છે. તો જાણી લો તેનાથી રાહત મેળવવાના ઉપાય

જ્યારે પણ તમારી જીભ બળી જાય તો તરત જ તમે તેેને થૂંકીને તમારી જીભને બહાર કાઢી લો અને મોઢાથી શ્વાસ લો. એવુ કરવાથી ઠંડી હવા તમારી જીભ પર લાગશે અને તમને ઠંડકનો અહેસાસ થશે. તેમજ દર્દ અને બળતરા પણ ઓછી થશે.

જીભને ઠંડક પહોંચાડવા માટે તમે તરત એક ગ્લાસ ઠંડુ પાણી પી લો. તમે ઠંડા પાણીના બદલે કંઈક ઠંડુ જેમકે બરફ, આઈસ્ક્રીમ અથવા ઠંડુ જ્યુસ, વગેરે લઈ શકો છો.

જીભની બળતરાને ઓછી કરવા માટે ખાંડ ખૂબ જ મદદરૂપ બને છે. તેને એક પ્રાકૃતિક પેન રિલીવર તરીકે ઓળખવામાં આવે છે. ખાંડના થોડા દાણા તમે જીભ પર રાખો અને તેને ઓગળવા દો. જેનાથી બળતરામાં રાહત મળશે. તમે ઈચ્છો તો ખાંડના બદલે દહીંનો ઉપયોગ પણ કરી શકો છો.

(9:42 am IST)