Gujarati News

Gujarati News

News of Monday, 11th November 2019

તુર્કીના નિયંત્રણવાળા સીરિયાઈ વિસ્તારમાં કાર બોંબ વિસ્ફોટ: 8 લોકોના મૃત્યુ

નવી દિલ્હી: સીરિયાના તુર્કીના નિયંત્રણ વાળા એક વિસ્તારમાં રવિવારના રોજ એક બોંબ વિસ્ફોટ થયો હતો તેલ અબીબ શહેરના દક્ષિણ પૂર્વમાં આવેલ  સલુકના સીરિયાઈ ગામમાં એક બેકરીની બહાર એક નાના ટ્રકમાં આ વિસ્ફોટ થયો હોવાનું માલુમ પડી રહ્યું છે. અધિકારીઓએ આપેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે આ ઘટનામાં ઓછામાં ઓછા આંઠ લોકો મોતને ભેટ્યા છે તેમજ 20થી વધારે લોકોને ઇજા પહોંચી છે.

                એક સ્થાનિક સમાચાર એજન્સી દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે  સીરિયાઈ-તુર્કી સીમા પર તાલ અબીદમા વિસ્ફોટના એક અઠવાડિયા પહેલા સાત લોકોના મૃત્યુ થયા હતા.

(6:34 pm IST)