Gujarati News

Gujarati News

News of Monday, 11th November 2019

આર્ટિફિશિયલ ઇંટેલીજેંસથી 3ડીમા બદલાશે 2ડી ઇમેજ: અનેક રોગોની થશે ઓળખ

નવી દિલ્હી: આર્ટિફિશિયલ ઇંટેલીજેંસના મદદથી હવે 2ડી ઇમેજને 3ડીમા બદલી શકાશે.વૈજ્ઞાનિકોએ શરીરની અંદરની ગતિવિધિઓને અને રોગોની સટીક ઓળખ કરવા માટે ટેક્નિકને મહત્વપૂર્ણ જણાવ્યું છે. લોસ એજીલીસ સ્થિત યુનિવર્સીટી ઓફ કેલિફોર્નિયાના શોધકર્તાઓની ટીમે ડીપ લર્નિંગ ટેક્નિકની મદદથી જણાવ્યું છે કે આ એક એવી ટેક્નિક છે જે પ્રતિદીપ્તી માઇક્રોસ્કોપીની ક્ષમતાઓ અને વિસ્તાર આપી શકે છે.

                    મળતી માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે આ ટેક્નિકની મદદથી વૈજ્ઞાનિકોએ એ કોશિકાઓને સારી કરવામાં મદદ મળશે જે વિશેષ પ્રકાશ આપવા પર ચમકી જાય છે. શરીરની અંદર કોશિકાઓમાં થનાર બદલાવના કારણે ગંભીર બીમારીઓને પણ આ ટેક્નિકની મદદથી શોધી શકાશે.

(6:34 pm IST)