Gujarati News

Gujarati News

News of Monday, 11th November 2019

પાકિસ્‍તાનથી ગુલાબજાંબુમાંથી બનેલ પિઝાની તસવીરો વાયરલ થતા લોકોમાં ભારે ચર્ચા

નવી દિલ્હી :ટ્વિટર પર હાલ એક નવા પ્રકારનો પિત્ઝાના લઈને ચર્ચા થઈ રહી છે. જો તમે પણ પિત્ઝા ખાવાની શોખીન છો, તો ચર્ચામાં તમે પણ સામેલ થઈ શકો છો.

હકીકતમાં, ગુલાબ જાંબુ પિત્ઝા છે. તમે તસવીર જોઈને સાચુ અનુમાન લગાવ્યું છે. એવો પિત્ઝા જે ગુલાબ જાંબુમાંથી બન્યો છે. જેની દરેક સ્લાઈસ પર ગુલાબ જાંબુ દેખાઈ રહ્યો છે.

પિત્ઝા ત્યારે ચર્ચામાં આવ્યો, જ્યારે એક પાકિસ્તાની ન્યૂઝ પ્લેટફોર્મ, નયા દૌર મીડિયાએ પિત્ઝાની તસવીર શેર કરી છે. જેના બાદ તસવીર તેજીથી વાયરલ થઈ છે. ટ્વિટમાં નયા દૌર મીડિયાએ જે તસવીર શેર કરી છે, તેમાં પિત્ઝા પર ગુલાબ જાંબુ દેખાઈ રહ્યો છે. પિત્ઝા પર માત્ર સ્વીટ્સ નહિ, પરંતુ તેમાં ડ્રાયફ્રુટ્સ પણ પાથરેલા છે.

ફોટો વાયરલ થતા લોકો તેના પર કોમેન્ટ્સ કરવા લાગ્યા. અલગ પ્રકારના પિત્ઝા અને તેના બાદ તેના સ્વાદ પર જોરદાર ચર્ચા ચાલી.

(5:10 pm IST)