Gujarati News

Gujarati News

News of Monday, 11th November 2019

જે કામ માટે સ્કૂલમાંથી ઠપકો મળ્યો એમાંથી ૯ વર્ષના છોકરાનો બિઝનેસ શરૂ થઇ ગયો

લંડન તા ૧૧ :  ઇંગ્લેન્ડમાં રહેતો ૯ વર્ષનો જો વ્હેલ તેની અદભૂત પ્રતિભાના પ્રતાપે બિઝનેસ કરવા લાગ્યો છે. તેની પ્રતિભા એટલે ડૂડલ દોરવાનો તેનો શોખ, તે નવરો પડે એટલે જયાં જગ્યા મળે ત્યાં ડૂડલ દોરવા લાગે. સ્કૂલની દિવાલો પર પણ તે આવા ચિતરામણ કરતો રહેતો એને કારણે તેને બહુ ઠપકો મળતો. દીકરાનો પેઇન્ટિંગ પ્રત્યેનો લગાવ જોઇને તેના પેરન્ટ્સે તેને આર્ટ કલાસમાં મુકવાનું નક્કી કર્યુ. કલાસમાં પાંચ-છ અઠવાડીયા દરમ્યાન તેનું પેઇન્ટિંગ જોઇને ટીચર પણ ખુબ ખુશ થઇ ગયા. જોના ટીચરે તો એના ડૂડલની તસ્વીરો પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર મુકવાની શરૂ કરી, જોકે એ જોઇને એક રેસ્ટોરાના માલિકે જોને કામ આપ્યું. રેસ્ટોરોની દીવાલો પર તે ડૂડલ્સ બનાવે છે અને એ માટે તેને રેસ્ટોરાનો માલીક પૈસા પણ ચૂકવે છે. હવે જોના પપ્પા દીકરાને સ્કૂલેથી પાછા ફરતી વખતે આ રેસ્ટોરામાં લઇ જાય છે, જયાં તે બે-ત્રણ કલાક પોતાની મરજી પડે એમ ડૂડલ્સ બનાવે છે. આ કામની તસ્વીરો વાઇરલ થતાં હવે જો પાસે બીજા ઓર્ડર્સ પણ લાઇનમાં તૈયાર ઉભા છે.

(3:30 pm IST)