Gujarati News

Gujarati News

News of Thursday, 11th October 2018

તુલસીના પાનને જો દુધમાં નાખીને પીવામાં આવે તો અનેક પ્રકારના શારીરિક લાભ

અમદાવાદઃ ઘરેલુ ઉપચારથી અનેક બીમારીઓને કાયમી ધોરણે દૂર કરી શકાય છે. સદીઓથી ચાલ્યા આવતા પ્રકારના આઈડિયા સદાય ફાયદાકારક રહ્યા છે. આવા કંઈક આઇડિયા તુલસીને લઇને છે. તુલસી એક એવી દવા સમાન છે જે કેટલીય સમસ્યાઓને સરળતાથી દૂર કરી દે છે. શરદી હોય કે માથાનો દુખાવો તુલસીનો રસ પીવાથી ફાયદો થાય છે. તુલસીને જો દૂધમાં નાંખીને પીવામાં આવે તો ઘણો શારીરિક લાભ થાય છે.

પથરીમાં રાહત

જો કિડનીમાં પથરી હોય તો અને પ્રથમ તબક્કામાં જો તેની જાણ થઈ જાય તો તુલસીવાળું દૂઘ રામબાણ ઈલાજ છે. સવારે ખાલી પેટ દૂધ પીવાથી ફાયદો થાય છે. થોડા દિવસોમાં પથરી દૂર થઈ જશે.

હ્દય સંબંધીત બીમારીઓમાં

ઘરમાં જોઇ કોને હ્દય સંબંધીત બીમારીઓ હોય તો અથવા હાર્ટ સ્ટ્રોક આવે તો દરરોજ સવારે ખાલી પેટ તુલસીનું દૂધ ગુણકારી છે. તેનાથી હ્દય સંબંધીત બીમારીઓનો અંત આવશે.

શ્વાસની તકલીફથી છૂટકારો

જો વ્યક્તિને દમની સમસ્યા હોય તો વ્યક્તિને શ્વાસ લેવામાં મુશ્કેલી પડે છે. ખાસ કરીને જ્યારે હવામાનમાં પલટો આવે છે ત્યારે સૌથી વધુ મુશ્કેલી થાય છે. સમસ્યાથી બચવા માટે તુલસીના દૂધનો ઉપયોગ લાભદાયક છે. નિયમિત ઉપચાર કરવાથી શ્વાસ સંબંધીત અન્ય રોગ ઉપર પણ રિકવરીની અસર થાય છે.

કેન્સરમાં ઉપયોગી

એન્ટિબાયોટિક ગુણને કારણે તુલસી કેન્સર સામે લડવામાં સક્ષમ છે. ઉપરાંત દૂધમાં પણ અનેક પ્રકારના ગુણ હોય છે. તુલસી અને દૂધ ભેગા થતા તેનો પ્રભાવ ખૂબ અસરકારક હોય છે. રોગ નાશકનું તે કામ કરે છે. નિયમિત રીતે તુલસીવાળું દૂધ પીવાથી કેન્સર જેવી બીમારીઓમાં ફાયદો થાય છે.

ફ્લુ મટાડવા

વાઈરલ ફ્લુને કારણે શરીરમાં નબળાઈ આવી જાય છે. દુધમાં તુલસીનાંખીને પીવાથી ફ્લુમાંથી રાહતમ મળી રહે છે. જે શરીરને ફાયબર પૂરું પાડે છે.

તણાવ દૂર કરવા

વધુને વધુ કામ કરવાથી કે તણાવથી લોકો ટેન્શનમાં આવી જાય છે તેથી દિમાંગની નર્વસ સિસ્ટમ કામ કરતી અટકે છે. સમસ્યાથી જો કોઇ વ્યક્તિ સમસ્યામાં હોય તો તુલસીવાળું દુઘ સૌથી સરળ ઉપાય છે. જેનાથી તાત્કાલિક અસર થશે

માઈગ્રેનમાં

માથામાં દુખાવો થવો એક સામાન્ય બીમારી છે પરંતું , જ્યારે તે માથાના દુખાવાનું રૂપ લે છે ત્યાં તકલીફ પડે છે. સમયે માથાનો દુખાવો ભયંકર થઇ જાય છે. એવામાં દરરોજ સવારે દૂઘ સાથે એક તુલસીન સેવન કરવાથી ફાયદો થાય છે. જે માઈગ્રેન અને તણાવને દૂર કર દે છે. આમ મોંઘી દવાઓ લેવામાંથી છૂટકારો મળે છે

(6:05 pm IST)
  • તેલંગણામાં જબરી રાજકીય હલચલ :કોંગ્રેસના વરિષ્ઠ નેતાની પત્ની સવારે ભાજપમાં જોડાયા બાદ મોડીરાત્રે કોંગ્રેસમાં વાપસી :રાજનરસિંમ્હાની વરિષ્ઠતાને લઈને પદ્મિની ભાજપમાં સામેલ થતા કોંગ્રેસને ભારે શર્મીદગીનો સામનો કરવો પડ્યો :વરિષ્ઠ નેતા સી,દામોદર રાજનસિંમ્હાની પત્ની પદ્મિની રેડ્ડી મોડીરાત્રે ફરી કોંગ્રેસમાં પાછા આવ્યા :રાજનરસિંમ્હા અવિભાજ્ય આંધ્રપ્રદેશના તત્કાલીન મુખ્યમંત્રી એન,કિરણકુમાર રેડ્ડીના મંત્રીમંડળમાં ઉપમુખ્યમંત્રી હતા access_time 1:15 am IST

  • લખનૌમાં સમાજવાદી પાર્ટીના મુખ્યાલયમાં ભાજપના સાંસદ શત્રુઘ્નસિંહા અને યશવંતસિંહાએ કેન્દ્ર સરકાર પર આકરા પ્રહાર કર્યા :સમાજવાદી પાર્ટીના કાર્યક્રમમાં શત્રુઘ્નસિંહાએ કહ્યું કે સતા સેવાનું માધ્યમ છે મેવાનું નહીં :જો સાચું બોલવું બગાવત છે તો હું બાગી છું ;યશવંતસિંહાએ કેન્દ્ર સરકાર ,મોદી અને અમિતભાઇ શાહને આડકતરી રીતે નિશાને લીધા હતા access_time 1:20 am IST

  • સુરેન્દ્રનગર:ધ્રાંગધ્રાનાં ઘોળી ગામે જૂથ અથડામણ:ધોળીનાં સરપંચ પર ફાઈરીંગ:જૂથ અથડામણમાં ત્રણ વધુ રાઉંડ ફાઈરીંગ:ધોળીનાં સરપંચને ગોળી વાગતા સુરેન્દ્રનગર સારવાર માટે ખસેડાયા:ધોળીમાં અગાઉ જૂથ અથડામણ થઈ હતી તેમાં 12 રાઉંડ થયા હતા ફાઈરીંગ: ધ્રાંગધ્રા પોલિસ ઘટના સ્થળે દોડી access_time 11:15 pm IST