Gujarati News

Gujarati News

News of Wednesday, 11th September 2019

ISSપર વૈજ્ઞાનિકો માટે ભોજન-પાણી લઇ જવા માટે તૈયાર હતું રોકેટ: આ કારણોસર લોચીંગ સ્થગિત કરી દેવામાં આવ્યું

નવી દિલ્હી: જાપાનની અંતરિક્ષ એજન્સીએ બુધવારના રોજ તડકે તનેગાશીમાં દ્વીપ સ્થિત પોતાનું લોંન્ચ પૈડ નજીક આગના કારણે ખુબજ મહત્વનું રોકેટ લોન્ચિંગનો કાર્યક્રમ રદ કરી દેવામાં આવ્યો હતો  રોકેટ અંતરિક્ષમાં યાત્રીઓ માટે 5.3 ટન રસદ લઈને ઈંટરનેશનલ સ્પેસ સ્ટેશન જવાનું હતું

        એચ-2બી રોકેટને સ્થાનિક સમયાનુસાર લગભગ ત્રણ વાગ્યાને પાંચ મિનિટની આસપાસ લોન્ચ કરવાનું હતું  રોકેટ જાપાનની  અંતરિક્ષ એજન્સીના માલવાહક યાન કોયુનોટોરી-8 ને આઇએસએસ પર લઈને જવાનું હતું પરંતુ આગ લાગવાની ઘટનાથી   રોકેટના લોન્ચિગને રદ કરી દેવામાં આવ્યું છે.

(6:32 pm IST)