Gujarati News

Gujarati News

News of Tuesday, 11th September 2018

જાણો આજના દિવસનો ઇતિહાસ

નવી દિલ્હી:ન્યૂ યોર્ક- 9 સપ્ટેમ્બર 2001નો દિવસ માનવ ઈતિહાસમાં ક્યારેય ન ભૂલી શકાય તેવો ગોઝારો દિવસ હતો. ન્યૂ યોર્ક શહેર જ નહીં પણ સમગ્ર વિશ્વ આ આતંકી હુમલાથી હચમચી ગયું હતું. ન્યૂ યોર્કના ટ્વીન ટાવર વર્લ્ડ ટ્રેડ સેન્ટર અને પેન્ટાગોન પર કરવામાં આવેલા આતંકી હુમલામાં 2700થી વધુ લોકોના મોત થયા હતા.આજે આ આતંકી ઘટનાના 17 વર્ષ પૂર્ણ થવા છતાં ન્યૂ યોર્કની એક પ્રયોગશાળા મૃતકોની પુરી રીતે ઓળખ કરી શકી નથી અને તેમની ઓળખ કરવા આજે પણ કામ ચાલી રહ્યું છે. મૃતકોમાંથી એક હજાર લોકોની હજી સુધી ઓળખ મેળવી શકાઈ નથી.

ન્યૂ યોર્કની એક પ્રયોગશાળામાં મૃતકોના DNA ટેસ્ટ ચકાસવા માટે શક્ય તમામ વૈજ્ઞાનિક પગલાં લેવામાં આવી રહ્યાં છે.હાડકાના અવશેષો જે કાટમાળ માંથી મળી આવ્યા હતા તેને પાવડરમાં પરિવર્તિત કરીને તેના ઉપર રસાયણિક પ્રક્રિયાઓ કરવામાં આવી રહી છે જેથી તેના DNA અંગે માહિતી મેળવી શકાય. ઘટનાના 17 વર્ષ બાદ પણ વૈજ્ઞાનિકો મૃતકોની ઓળખ નિર્ધારિત કરવા પ્રયાસ કરી રહ્યાં છે.

(4:37 pm IST)