Gujarati News

Gujarati News

News of Tuesday, 11th September 2018

વિસ્ફોટથી ૧૮ લોકોના મૃત્યુ,૪૦ થી વધુ લોકો ઘાયલ

નાઇજીરીયાના ગેસ ડેપોમાં

લાફિયા,તા.૧૧: પશ્ચિમ આફ્રિકામાં આવેલા નાઈજીરીયાના નાસારાવાની રાજધાની લાફિયામાં એક બ્લાસ્ટ થયો. આ બ્લાસ્ટમાં ૧૮ લોકોનાં મોત થયા છે અને લગભગ ૪૦ લોકો ઈજાગ્રસ્ત થતા સારવાર માટે ખસેડાયા છે. તો ઘટનાના પગલે પોલીસ અને ફાયર વિભાગ પહોંચ્યું હતુ અને બચાવ કામગીરી હાથ ધરી હતી.  ઉલ્લેખનીય છે કે, આ ઘટના અંગેની પ્રાથમિક તપાસ હાથ ધરાતા સુરક્ષાના અભાવે આ બ્લાસ્ટ થયો હોવાનું સામે આવ્યું છે. જો કે, મૃત્યુ આંક વધે એવી પણ શક્યતા સેવાઈ રહી છે. ઉલ્લેખનીય છે કે, ગેસ ડિલર નાઈજીરીયામાં મિની ડિપો સંચાલન કરે છે.

જેની ગતિવિધીઓ નિયંત્રણ કરવાનો કોઈ ઉપાય નથી. જેના પગલે આવા અનેક વિસ્ફટો થતા હોવાનું સામે આવ્યું છે. મહત્વની વાત છે કે ગત જાન્યુઆરીમાં પણ લેગોસ રાજ્યના મગોડોમાં પણ એક બ્લાસ્ટ થતા ૧૦ લોકોનાં મોત થયા હતા.

તાજેતરમાં જાહેર થયેલ એક રિપોર્ટ મુજબ,નાઇજીરીયા પોલીસ ફોર્સ અને સંઘીય માર્ગ સુરક્ષાએ આ વિસ્ફોટની જાહેરાત કરવામાં આવી હતી. પરંતુ તેમણે આ ઘટનાનો ભોગ બનેલા લોકોની સંખ્યા વિશે જણાવવા નનૈયો ભણ્યો હતો.

  જો કે, નાઇજીરીયાની સેનેટના અધ્યક્ષ બુલોકા સરકીએ પોતાના એક ટ્વીટમાં આ ધડાકાની ભયાનકતા વિશે લખ્યું હતું અને કહ્યું કે, તેઓ આ ઘટનામાં ઘાયલ થયેલા લોકોને મળ્યા હતા. આ સાથે આ વિસ્ફોટમાં જીવ ગુમાવનારના પરિવારજનોને મળીને સાંત્વના પણ આપી હતી. આપને જણાવી દઇએ કે, ગેસ ડીલર નાઇજીરીયાઇ શહેરમાં મિની-ડેપો સંચાલિત છે. જેની ગતિવિધિઓને નિયંત્રિત કરવા માટે કોઇ મજબૂત ઉપાય નથી હોતો. જેના કારણે એક બાદ એક એમ ૪ વિસ્ફોટ થયા હતા.જેમાં આશરે ૧૦ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા.

(3:33 pm IST)