Gujarati News

Gujarati News

News of Tuesday, 11th September 2018

જામફળના પાંદડા શરીર માટે છે ફાયદાકારક

જામફળ સ્વાદમાં મીઠા હોવાની સાથે શરીર માટે ખૂબ જ ફાયદાકારક હોય છેે. માત્ર જામફળ જ નહિં પરંતુ, તેના પાંદડા પણ શરીર માટે ફાયદાકારક હોય છે. તેમાં પોટેશિયમ, ઝિંક, પ્રોટીનની માત્રા વધારે હોય છે. જે સૌંદર્ય નિખારવામાં મદદરૂપ થાય છે.

ડાયેરીયાથી બચાવે છે 

જામફળના પાંદડાને પાણીમાં ઉકાળી લો અને ત્યારબાદ તે પાણીને ગાળીને પીવુ. તેનાથી ડાયેરીયામાં રાહત મળશે.

બ્લડપ્રેશર નિયંત્રીત કરે છે

જામફળના પાંદડાની ચા પીવાથી બ્લડપ્રેશર કંટ્રોલ કરી શકાય છે. યૌગીકથી ભરપુર જામફળના પાંદડા હાર્ટ રેટને સામાન્ય રાખવામાં ફાયદાકારક હોય છે. તેને ખાવાથી કોલેસ્ટ્રોલ, બ્લડ લિપિડ અને ટ્રાઈગ્લિસરાઈડ્સને કંટ્રોલ કરી શકાય છે.

પાચનતંત્ર સુધારે છે

જામફળના પાંદડા ખાવાથી પાચનતંત્રને સુધારી શકાય છે. આ ફળનું જ્યુસ તરીકે પણ સેવન કરી શકાય છે. તેને પીવાથી ફૂડ પોઈઝનીંગથી છૂટકારો મેળવી શકાય છે. આ જ્યુસ પીવાથી શરીરમાં રહેલ બેકટેરીયા દૂર થાય છે.

(9:25 am IST)