Gujarati News

Gujarati News

News of Tuesday, 11th September 2018

બાળકના શારીરિક અને માનસિક વિકાસ માટે તેના ડાયટમાં સામેલ કરો આ વસ્તુઓ

બાળકને સ્વસ્થ રાખવા માટે માતા શરૂઆતથી જ  તેના ભોજન માટે ચિંતીત રહે છે. જેથી શારીરિક અને માનસિક રૂપે ભવિષ્યમાં તેને કોઈ પણ પ્રકારની મુશ્કેલી થાય નહિં. તો જાણો તમારા બાળકનું ધ્યાન રાખવા માટે કઈ-કઈ વાતોનું ધ્યાન રાખવુ જોઈએ.

પ્રોટીન : બાળકની માંસપેશીઓ અને હાડકાના સારા વિકાસ માટે પ્રોટીન ખુબ જ જરૂરી છે. તેના માટે કેળા, દૂધ, જેવી પ્રોટીનવાળી વસ્તુઓ ભોજનમાં સામેલ કરવી ખૂબ જ જરૂરી છે.

વિટામીન્સ અને મિનરલ્સ : વિટામીન અને મિનરલ્સની ખામીના કારણે રોગ પ્રતિકારક ક્ષમતા નબળી થઈ જાય છે. જેનાથી બાળક બીમારીઓની લપેટમાં ઝડપથી આવી જાય છે. આ ખામીને પૂરી કરવા માટે લીલા પાંદડાવાળા શાકભાજી, ફળ, કદ્દુ, ડ્રાઈફ્રુટ્સ, વગેરે ખાવા માટે આપવુ જોઇએ.

ફાઈબર અને પાણી :  તરલ પદાર્થોનું સેવન પણ બાળક માટે ખૂબ જ જરૂરી છે. તેનાથી શરીરમાંથી ઝેરીલા તત્વો બહાર નીકળી જાય છે. તેની સાથે ફાઈબર યુકત આહારથી બાળકના શરીરમાં પાણીની ખામી દૂર થાય છે. મોસમી ફળ સફરજન, દ્રાક્ષ, સંતરા, ચીકુ, દાડમ, વગેરે સલાડમાં સામેલ કરો.

(9:25 am IST)