Gujarati News

Gujarati News

News of Tuesday, 11th September 2018

લ્યો બોલો… લસણથી નખ વધે છે

હાથોની સુંદરતા નખ પર નિર્ભર કરે છે. બધી છોકરીઓને લાંબા નખ રાખવા પસંદ હોય છે. લાંબા અને ચમકદાર નખ કોઈ પણ છોકરીઓની પર્સનાલીટીમાં નિખાર લાવવાનું કામ કરે છે. પરંતુ, અમુક છોકરીઓના નખ ખૂબ જ કમજોર હોય છે અથવા નખનો ગ્રોથ વધતો હોતો નથી. નાના અને લાંબા-ટૂંકા નખ હાથની સુંદરતા ઘટાડે છે. છોકરીઓ પોતાના નખને લાંબા કરવા માટે કેટલીય રીતો અજમાવતી હોય છે. પરંતુ, કોઈ ફાયદો થતો નથી. જો તમે પણ તમારા નખને લાંબા અને સુંદર બનાવવા ઈચ્છો છો તો લસણનો ઉપયોગ કરો.

લસણમાં ભરપુર માત્રામાં કેટલાક એવા પોષકતત્વો હોય છે, જે નખના ગ્રોથને વધારવામાં મદદ કરે છે. તેના ઉપયોગ માટે લસણની ૪-૫ કળીને ફોલીને નખ પર ઘસો. હવે લસણના નાના-નાના ટુકડાને નખની અંદર ભરો. આખી રાત એમ જ રહેવા દો. દરરોજ આવુ કરવાથી ધીમે-ધીમે તમારા નખનો ગ્રોથ વધવા લાગશે. આ ઉપરાંત જો તમે તમારા નખનો ગ્રોથ વધારવા ઈચ્છો છો તો પોષકતત્વોથી ભરપુર આહાર લો.

(9:24 am IST)