Gujarati News

Gujarati News

News of Tuesday, 11th September 2018

જૂની સાડીમાંથી બનાવો આ સુંદર વસ્તુઓ

ઘણા લોકો જૂના કપડાને ફેંકી દે છે. જ્યારે કેટલાક લોકો એવા પણ હોય છે જે કપડાનો બીજીવાર ઉપયોગ કરવાનું સારી રીતે જાણે છે. એવી જ રીતે જૂની સાડીઓના ઉપયોગથી તમે પડદા, ઓશિકાના કવર, પગ લૂછણીયા, વગેરે બનાવી શકો છો. તેનાથી તમારા ઘરનો સામાન પણ તૈયાર થઈ જશે અને પૈસાનો પણ બચાવ થશે. તો જાણો જૂની સાડીઓમાંથી કઈ કઈ વસ્તુઓ બની શકે છે.

. જો તમારી પાસે કોઈ જૂની કોટનની સાડી છે, તો તમે તેમાંથી ઓશિકાનું કવર બનાવો. આ ઉપરાંત તમે અલગ-અલગ સાડીઓના પીસ લઈને પણ ઓશિકાનું કવર બનાવી શકો છો. તેનાથી ઘરને અટ્રેકટીવ લુક મળશે.

. તમે રજાઈ કવર બનાવવા માટે પણ તેનો ઉપયોગ કરી શકો છો. તેનાથી રજાઈ ખરાબ (મેલી) થતી નથી અને રજાઈ દેખાવમાં સારી પણ લાગે છે.

. જો તમારી સાડી જરીની છે, તો તેની બોર્ડરને તમે ઓશિકાના કવરની સાઈડ બોર્ડર પર લગાવી શકો છો. તેનાથી ઓશિકાનું કવર સુંદર લાગશે.

. બજારમાંથી પડદા લેવા બહુ મોંઘા પડે છે. ત્યારે જૂની સાડીના પડદા બનાવીને ઉપયોગ કરવો સારો રહેશે. તમારી ડબલ રંગની સાડીને એવી રીતે મેચ કરો કે તમારા ઘરના કલર સાથે મેચ થઈ જાય.

.  તમે ઈચ્છો તો તમારી જૂની  સાડીને ફ્રેમ કરીને દિવાલ ઉપર પણ સજાવી શકો છો. તેનાથી દિવાલ સારી લાગશે.

. આજકાલ બનારસી સાડીઓમાંથી લોકો સારા-સારા ડ્રેસ પણ બનાવી રહ્યા છે. તો તમે પણ તમારા માટે સ્ટાઈલીશ કપડા બનાવી શકો છો.

(9:24 am IST)