Gujarati News

Gujarati News

News of Saturday, 11th August 2018

સૂર્યની નજીક પહોંચશે નાસાનું અંતરિક્ષયાન ‘પારકર સોલર પ્રોબ’

સૂર્યના વાતાવરણનો અભ્યાસ કરવા માટે નાસા આજે શનિવારે ફ્લોરિડાના કેપ કેનવરલથી ડેલ્ટા 4 હેવી રૉકેટ સાથે અંતરિક્ષયાન ‘પારકર સોલર પ્રોબ'ને લોન્ચ કરશે. નાસાના અંતરિક્ષયાને પ્રક્ષેપણની ઊલટી ગણતરી શરૂ થઈ ગઈ છે. આ યાન કાર આકારનું છે. યાનનું પ્રક્ષેપણ સ્થાનિક સમય અનુસાર સવારે 3 વાગીને 33 મિનિટ પર શરૂ થશે. મિશન પાછળ દોઢ અરબ ડોલરનો ખર્ચ થયો છે.

(9:25 pm IST)