Gujarati News

Gujarati News

News of Saturday, 11th August 2018

દરરોજ સતત પાણીમાં કામ કરવાથી હાથ ખરાબ થઇ ગયા છે?

વાતાવરણમાં બદલાવ આવવાને કારણે અને ધૂળ તેમજ પ્રદુષણને કારણે મોટાભાગના લોકોના હાથ ડ્રાય થઇ જતા હોય છે. જો તમે ડ્રાય સ્કિન તરફ ધ્યાન નથી આપતા, તો તેની અસર ધીરે-ધીરે આખા શરીર પર થાય છે. ડ્રાય સ્કિનની સૌથી વધારે અસર હાથ પર પડે છે અને તે સમય કરતા વહેલા દેખાઇ પણ આવે છે.

આખો દિવસ કામ-કાજ કરવાને કારણે સ્ત્રીઓના હાથ પુરુષોની સરખામણીમાં વધુ પ્રમાણમાં ડ્રાય થઇ જાય છે. આમ, જો તમે આ સમસ્યામાંથી છૂટકારો મેળવવા માટે માર્કેટમાં મળતી કેમિકલ પ્રોડકટ્સનો ઉપયોગ કર્યો હશે. પરંતુ, તમે જાણો છો કે તેનાથી લાંબે ગાળે સ્કિનને નુકશાન થાય છે. જયારે અનેક લોકોને સ્વાસ્થ્ય સંબંધી રોગો પણ થાય છે. ડ્રાઈ સ્કિનને દૂર કરવા માટે ઘરેલુ ઉપાય કરવાથી તેની કોઇ સાઇડ ઇફેકટ લાંબે ગાળે પણ થતી નથી. તો જાણી લો ડ્રાય સ્કિનને દૂર કરવાના ઘરગથ્થુ ઉપાયો.

ઓલિવ ઓઇલ

ડ્રાય સ્કિન માટે ઓલિવ ઓઇલ ખૂબ જ ફાયદાકારક સાબીત થાય છે. ઓલિવ ઓઇલમાં એન્ટી ઓકિસડન્ટનું પ્રમાણ સારૂ એવુ હોય છે, જે ડ્રાય સ્કિનને કોમળ બનાવવા માટે ખૂબ જ ઉપયોગી છે. આ પ્રયોગ કરવા માટે સૌ પ્રથમ તેલને થોડુ ગરમ કરી લો. ત્યારબાદ તેનાથી ૧૦ થી ૧૫ મિનિટ સુધી મસાજ કરો. આ પ્રયોગ સતત ૧૫ દિવસ સુધી કરવાથી હાથ પરની ડ્રાય સ્કિન દૂર થઇ જાય છે અને હાથ એકદમ સુંવાળા થઈ જાય છે.

દૂધની મલાઇ

હાથને કોમળ બનાવવા માટે દૂધની મલાઇ એક બેસ્ટ ઓપ્શન છે. દૂધમાં પ્રોટીન અને લેકિટક એસિડની માત્રા સારા એવા પ્રમાણમાં હોવાથી તે સ્કિનને મુલાયમ કરવાનું કામ કરે છે. આ પ્રયોગ કરવા માટે એક ચમચી તાજી મલાઇ લો અને તેનાથી હાથ પર ૨૦ મિનિટ સુધી મસાજ કરો. ત્યારબાદ મલાઇને થોડીવાર હાથ પર એમને એમ જ રહેવા દો. પછી થોડા હુંફાળા પાણીથી હાથ ધોઇ લો. ત્યારબાદ તેને કોઇ નરમ કપડાથી હલકા હાથે કોરા કરી લો.

ઓટ્સમાંથી આ રીતે બનાવો પેસ્ટ

ઓટ્સમાં ચરબીનુ પ્રમાણ વધુ હોવાથી તે સ્કિનને ખૂબ જ ઝડપથી કોમળ બનાવવાનું કામ કરે છે. આ પ્રયોગ કરવા માટે સૌ પ્રથમ ૧ ચમચી મધ, ૧ ટી સ્પૂન લીંબુનો રસ, ૨ મોટી ચમચી પીસેલા ઓટ્સ લઇને એક પેસ્ટ તૈયાર કરી લો. ત્યારબાદ આ પેસ્ટને અડધો કલાક માટે હાથ પર રહેવા દો. પછી હાથ ધોઇ લો. હાથ ધોયા પછી કોઇ પણ પ્રકારનું ઓઇલ લઇને તમારા હાથ પર ૧૦ મિનિટ સુધી મસાજ કરો. જો તમે માત્ર ૧૦ દિવસ સુધી રોજ રાત્રે સુતા પહેલા આ પ્રયોગ કરશો તો તમારા હાથ પરની ડ્રાય સ્કિન દૂર થઇ જશે અને હાથ રેશમ જેવા મુલાયમ થશે.

(9:43 am IST)
  • મધ્યપ્રદેશમાં તમામ મદ્રેસામાં 15મી ઓગસ્ટે ત્રિરંગો લહેરાવવા અને ત્રિરંગા યાત્રા કાઢવા આદેશ : મદ્રેસા બોર્ડના અધ્યક્ષ સૈય્યદ ઇમાદુદીનના આદેશથી વિવાદ છેડાયો : પોતાના આદેશમાં સાંસ્કૃતિક કાર્યક્રમ કરવા અને તે તમામની તસ્વીર ઇમેલમાં મોકલાવવા પણ કહ્યું : કોંગ્રેસે કર્યો વિરોધ access_time 1:18 am IST

  • અમદાવાદમાં NCBએ CTM વિસ્તારમાંથી 1.5 કરોડનું કોકેઇન ડ્રગ્સ ઝડપ્યું :273 ગ્રામ કોકેઈન સાથે નાઇઝીરિયન શખ્સની ધરપકડ:ડ્રગ્સ મુંબઈથી અમદાવાદ વેચવા લાવ્યો હોવાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું access_time 7:32 pm IST

  • યુપી સરકાર પોતાના ભ્રષ્ટ્રાચારની તપાસ કરાવે : બસતી જિલ્લામાં નેશનલ હાઈવેનો નિર્માણધીન ફ્લાયઓવર ધરાશાયી થતા અખિલેશ યાદવે સરકાર પર કર્યા પ્રહાર :અખિલેશે કહ્યું હાલની સરકારે ભ્રષ્ટ્રાચારની તપાસ માટે સ્થાયી આયોગ બનાવવો જોઈએ access_time 12:16 am IST