Gujarati News

Gujarati News

News of Tuesday, 11th June 2019

એક ફેફસું અને એક કિડની સાથે જન્મેલું આ બાળક પ્લાસ્ટિકનાં ફેફસાંથી જીવે છે

લંડન તા. ૧૧: લંડનમાં રહેતો ફ્રેન્કી શોપલેન્ડ નામનો છોકરો હાલમાં ત્રણ વર્ષનો છે પણ તે અત્યાર સુધી કઇ રીતે જીવી શકયો એ મેડિકલ સાયન્સ માટે પણ અચરજ છે. તે જયારે ગર્ભમાં હતો ત્યારે જ ડોકટરોએ પેરન્ટસ એમી ગ્રાન્ટ અને કેરી શોપલેન્ડને અબોર્શન કરાવી લેવાની સલાહ આપેલી. એનું કારણ એ હતું કે તેના શરીરના પોલાણમાં આવેલા વાઇટલ અવયવોમાં ગરબડ હતી. તેની છાતીની પાંસળીઓમાં એક જ ફેફસું હતું. પેટના પોલાણમાં એક જ કિડની હતી અને હૃદય પણ ડાબી નહીં, જમણી તરફ હતું, એમ છતાં એમી અને કેરીએ બાળકને જન્મ આપવાનો નિર્ણય લીધો. બાળક પ્રી-મેચ્યોર જન્મ્યું અને એનો જીવ ટકાવી રાખવાનું મુશ્કેલ હતું. શરૂઆતમાં તેને જીવાડવા માટે લગભગ આખો દિવસ વેન્ટિલેટર પર રાખવું પડયું હતું અને એને કારણે તેને પુરતું પોષણ નહોતું આપી શકાતું. પોષણના અભાવે શારીરિક વિકાસ સંભવ બનતો નહોતો. જોકે એ પછી ડોકટરોએ તેની છાતીની પાંસળીમાં પ્લાસ્ટિકની નળી ઇમ્પ્લાન્ટ કરીને એવું ડિવાઇસ મુકયું જે પ્લાસ્ટિકના ફેફસા જેવું કામ આપે. આખો દિવસ તેના નાક પાસે આ પ્લાસ્ટિકની નળી લગાડેલી રાખવી પડે છે, પરંતુ એને કારણે હવે તે રમી-જમી અને ફરી શકે છે.

(3:31 pm IST)