Gujarati News

Gujarati News

News of Saturday, 10th December 2022

ઓએમજી.....અમેરિકામાં આ શખ્સે 16 સેકેન્ડમાં 5 ટી-શર્ટ હેંગરમાં ટીંગાડીને અનોખો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો

નવી દિલ્હી: વિશ્વમાં દર વર્ષે કેટલાય રેકોર્ડ બને છે અને તૂટે છે. આવા રેકોર્ડ સર્જનારા લોકો આકરી મહેનત, ધગશ અને સમજદારી સાથે વર્લ્ડ રેકોર્ડ બનાવે છે. એક એવુ જ નામ છે ડેવિડ રશ. 

અમેરિકાના ડેવિડ રશે એકવાર ફરી અનોખો વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે કર્યો. સૌથી ઓછા સમયમાં હેંગરમાં પાંચ ટી શર્ટ્સ લટકાવીને તેમણે એક વર્લ્ડ રેકોર્ડને તોડીને આને પોતાના નામે કરી લીધો છે આવુ કરવા માટે તેમને માત્ર 16 સેકન્ડ અને 78 સેકન્ડનો સમય લાગ્યો. રેકોર્ડ બ્રેકરના નામથી જાણીતા ઈદાહોના ડેવિ઼ એકથી વધુ કારનામા કરી ચૂક્યા છે. ઈદાહોના રહેવાસી ડેવિડ રશ પોતાની સમજદારીના દમ પર 250થી વધુ વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે કરી ચૂક્યા છે. આ વખતે તેમણે ખૂબ અનોખો વર્લ્ડ રેકોર્ડ તોડ્યો અને પોતાના નામે કર્યો. જોકે નિયમોના ચક્કરમાં તેમને થોડી તકલીફ પડી. તેમ છતાં તેમણે 16 સેકન્ડમાં પાંચ ટી શર્ટ્સને ટાંગીને 2015માં બનેલા રેકોર્ડને તોડીને આને પોતાના નામે કરી લીધો. 2015માં આ રેકોર્ડ જાપાનથી કૈટો કોજુમીએ બનાવ્યો હતો. ત્યારે તેમણે 27.93 સેકન્ડનો સમય લીધો હતો. જેને 16.78થી માત આપીને ડેવિડ રશે પોતાને નામે કરી લીધો. 

(6:02 pm IST)