Gujarati News

Gujarati News

News of Saturday, 10th December 2022

ચીનમાં લોકોને કોરોના ફેલાવાનો ભય લાગતા મેડિકલ સ્ટોર્સ પર ભીડ લાગી

નવી દિલ્હી: ચીનમાં અઠવાડિયાઓથી થઇ રહેલાં વિરોધ પ્રદર્શનો પછી સરકાર આજથી કોવિડ પ્રતિબંધોને ઓછા કરવા જઇ રહી છે. રિપોર્ટ્સ અનુસાર દેશભરમાં કોરોના વાઇરસથી સંક્રમિત કેટલાક લોકોને હોમ ક્વોરન્ટાઇનની અનુમતિ આપવામાં આવશે અને અનાવશ્યક ટેસ્ટિંગ પર લગામ લગાવવામાં આવશે. એવામાં ચીનના લોકોને ડર છે કે વાઇરસ હવે વધુ ફેલાઇ શકશે. એથી મેડિકલ સ્ટોર્સ પર ભીડ વધુ ઊમટી પડી છે. મોટી સંખ્યામાં લોકોમાં કોરોના વાઇરસથી સંક્રમિત થવાની આશંકાને જોતા જરૂરી દવાઓ ખરીદ કરીને ઘરમાં રાખી રહ્યા છે. એમાંથી વધારે પડતા લોકો એ છે જેમણે કોવિડ વેક્સિન નથી લગાવી. જણાવી દઇએ કે ચીનમાં મંગળવારે 24,440 કોરોનાના મામલા સામે આવ્યા, જે સોમવારે આવેલા 27,164થી ઓછા છે. બીજિંગની પાસે આવેલા ચાઓયાંગ જિલ્લામાં રહેનારો 33 વર્ષીય ઝાંગ બતાવે છે કે મેડિકલ સ્ટોર્સમાંથી દવાઓ ઝડપથી ગાયબ થઇ રહી છે. કાલે રાત્રે દવાઓ ઉપલબ્ધ હતી પરંતુ હવે કેટલીક જરૂરી દવાઓ ખલાસ થઇ ગઇ છે. તેઓ કહે છે ચાઓયંગ જિલ્લામાં મોટી સંખ્યામાં કોરોનાના મામલા સામે આવી રહ્યા છે એટલા માટે લોકો આવનારા ખતરાને જોતા દવાઓ જમા કરી રહ્યા છે. દવાઓની માગ વધવાથી કફ સીરપ નિર્માતા ગુઇઝોઉ બેલિંગ અને જિન્હુઆ ફાર્માસ્યુટિકલ જેવી દવા કંપનીઓના શેર પર ઉંચકાયા છે. અધિકારીઓએ દવાઓની ઓછી સપ્લાય અને વધતી કિંમતો પર જોતા ચેતવણી જાહેર કરી છે. બીજિંગ મ્યનિસિપલ ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશને કહ્યું છે કે જરૂર પડવા પર દવાઓ ખરીદો, વગર કારણે તેને એકઠી કરીને ના રાખો. જોકે ચેતવણી પછી પણ લોકો બેધડક દવાઓ ખરીદી રહ્યા છે.

(6:02 pm IST)