Gujarati News

Gujarati News

News of Thursday, 10th May 2018

અમારૂં લક્ષ્‍ય દેશમા કાયદો અને વ્‍યવસ્‍થા સ્‍થાપવાનું છે, અમારે કોઇની સાથે દુશ્‍મની નથીઃ મલેશિયામાં ૯૨ વર્ષના મહાતિર મોહમ્‍મદે પ્રધાનમંત્રી પદનો કાર્યભાર સંભાળ્યો

મલેશિયાઃ મલેશિયામાં મહાતિરની સરકાર છેલ્લા 60 વર્ષથી સત્તા પર છે. ઐતિહાસિક જીત બાદ મહાતિરે પત્રકારો સાથે વાતચીત કરી હતી, જેમાં તેઓએ જણાવ્યું કે અમારે કોઇની સાથે દુશ્મની નથી, અમારું લક્ષ્ય દેશમાં કાયદો વ્યવસ્થા સ્થાપવાનું અને સુશાસન સ્થાપવાનું છે.

કહેવામાં આવી રહ્યું છે કે ગુરુવારે નવી સરકારનો શપથગ્રહણ કાર્યક્રમ યોજાનાર છે. શપથ ગ્રહણની સાથે જ મહાતિર દુનિયાના સૌથી વૃદ્ધ નેતા બની જશે, પરિણામોની જાહેરાત થયાની સાથે જ પાર્ટીના સમર્થકોએ ધામધૂમથી જીતની ઉજવણી કરી હતી. ઉલ્લેખનીય છે કે BN અને તેમની મુખ્ય પાર્ટી સંયુક્ત મલેશિયા રાષ્ટ્રીય સંગઠન UMNO 1957માં બ્રિટન પાસેથી મળેલી આઝાદી બાદથી સત્તા પર સ્થિત છે. પરંતુ છેલ્લા કેટલાક વર્ષમાં તેમની લોકપ્રિયતામાં ખૂબજ ઘટાડો નોંધાયો છે.

(5:58 pm IST)