Gujarati News

Gujarati News

News of Thursday, 10th May 2018

કોંગોમાં નવમી વખત ઇબોલા વાયરસે કાળો કેર સર્જયોઃ ૧૭નો ભોગ લીધો

ચામાચીડીયા દ્વારા પ્રસાર થાય છેઃ વૈશ્વિક કટોકટી સર્જાવા એંધાણ

કેન્સાસ : આફ્રિકી દેશ કોંગોમાં ઇબોલાને કારણે ફેલાયેલા રોગચાળામાં ૧૭ લોકોનાં મોત થતાં સરકાર અને આરોગ્ય તંત્રમાં દોડધામ મચી જવા પામી હતી. આરોગ્ય ખાતાએ ઇબોલાની પુષ્ટિ કરી દીધી હતી. કોંગોમાં નવમી વાર ઇબોલાએ દેખા દીધી છે. આરોગ્યમંત્રાલય દ્વારા જારી બયાનમાં એવું કહેવામાં આવ્યુ઼ કે અમારો દેશ વધુ એક ઇબોલાની હડફેટે ચડયો છે. જેને કારણે વૈશ્વિક સ્તરની કટોકટી સર્જાઇ છે.

અગાઉના ઇબોલાને અસરકારક રીતે ડામી દેનાર તાલીમબધ્ધ ડોકટરોને ત્યાં મોકલવામાં આવી રહયા છે. ઇબોલાનો ફેલાવો ચામાચીડીયા દ્વારા થતો હોવાનું મનાઇ રહયુ છે. ઇબોલા માનવ અને પ્રાણીઓને અસર કરે છે. રોગચાળાની પુષ્ટિ થઇ તે પહેલાં સ્થાનિક આરોગ્ય ખાતાના અધિકારીઓએ ર૧ લોકોમાં ઇબોલાના લક્ષણો માલુમ પડયાં હોવાનું જણાવ્યુ઼ હતુ. પાછળથી તેમાંના ૧૭ મોત થયા હતા.

(1:05 pm IST)