Gujarati News

Gujarati News

News of Monday, 9th December 2019

કેન્‍સરમાં જીભ ગુમાવી દેનાર મહિલાને ડોકટરોએ કાંડા પાસેથી ચામડીથી નવી જીભ બનાવી આપી

લંડન તા ૯  :  ઇંગ્‍લેન્‍ડમાં રહેતી બે બાળકોની માતા સ્‍ટીફની વિગલ્‍સવર્થને સ્‍કવોમસ સેલ કાર્સિનોમા નામનું જીભનું કેન્‍સર થયું હતું. એ કેન્‍સરમાં તેની જીભનો અસરગ્રસ્‍ત ભાગ કાપી નાખવો પડયો હતો. જયારે નિદાન થયું ત્‍યારે પહેલી વખત જીભ લુલી થઇ ગઇ હોય એવુ સ્‍ટીફનીને લાગ્‍યું અને ત્‍યાર પછી ડોકટર પાસે ગઇ હતી. કેન્‍સરને કારણે તે ખાવાપીવા અને બોલવામાં મુશ્‍કેલી અનુભવતી હતી. છેલ્લે તો તેણે માત્ર લખીને જ વાતચીત કરવી પડતી હતી. જોકે ડોકટરોએ જુની જીભની જગ્‍યાએ એના કાંડા પાસેથી ચામડી કાઢીને નવી જીભ બનાવી આપી હતી. ૩૬ વર્ષની સ્‍ટીફનની જીભ ટ્રાન્‍સપ્‍લાન્‍ટ કરવાની શષાક્રિયા ૯ કલાક ચાલી હતી, જે કેમ્‍બ્રિજની વિશ્વવિખ્‍યાત એડનબ્રુક હોસિપટલમાં કરવામાં આવી હતી. એ ટ્રાન્‍સપ્‍લાન્‍ટ માટે કાંડાની ૩×૩ ઇંચ જેટલી ચામડી કાઢવામાં આવી હતી. હવે સ્‍ટીફની ગિલ્‍સવર્થને કેન્‍સર મટી ગયું છે. એ ફીડિંગ ટયુબ વડે આહાર લે છે, પરંતુ હવે તે ચા પી શકે છે અને એનો તેની સોૈથી વધારે આનંદ છે. જીભના ટ્રાઝસપ્‍લાન્‍ટ પછી લાંબા વખત સુધી સ્‍ટીફની બોલી શકતી નહોતી અને ફકત લખીને વાતચીત કરતી હતીે સર્જરીના ૧૨ દિવસ પછી સહેજ અવાજ કરીને વાત કરી શકતી હતી.

(4:33 pm IST)