Gujarati News

Gujarati News

News of Friday, 8th November 2019

ઈરાનની વાયુ સેનાએ ફારસની ખાડી નજીક ડ્રોનથી હુમલો કર્યો હોવાની માહિતી

નવી દિલ્હી: ઈરાનની વાયુ સેનાએ બંદરગાહ શહેર બંદર-એ-માહશહર નજીક ફારસની ખાડીમાં ડ્રોનથી હુમલો કર્યો હોવાનું માલુમ પડી રહ્યું છે. રાષ્ટ્રીય સમાચાર એજન્સી દ્વારા આજરોજ આ માહિતી પ્રાપ્ત થઇ રહી છે. વધુમાં મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે ખુઝેસ્તાન પ્રાંતના બંદરગાહ શહેરની પાસે વાયુ સેનાએ આજ રોજ આ ડ્રોન છોડ્યું હતું.

                    અધિકારીક રીતે હજુ સુધી એ જાણવામાં નથી આવી રહ્યું કે આ ડ્રોન હતું કે પછી કોઈ સૈન્ય ડ્રોન હતું કહેવાય રહ્યું છે કે સેનાએ એક અજ્ઞાત ડ્રોનને નષ્ટ કરી દીધું છે. અમેરિકામાં 2015માં પરમાણુ વાતચીતથી બાહર નીકળ્યા પછી ઈરાન પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો જેના પછી ઈરાન અને અમેરિકા વચ્ચે ગયા વર્ષથી મતભેદની સમસ્યા ચાલી રહી હતી જેમાં ઈરાને પણ અમેરિકાના એક ડ્રોનને નષ્ટ કરી દીધું હતું.

(6:29 pm IST)
  • સીડબલ્યુસી બેઠકમાં સુપ્રિમ કોર્ટનો ચુકાદો સર્વસંમતિથી પાસ : સુપ્રિમના ચુકાદાને કોંગ્રેસે આવકાર્યો access_time 1:06 pm IST

  • વર્લ્ડ ટી-૨૦માં પોતાનો રોલ સમજીને તેણે વધુ ધ્યાન આપવુ જોઈએ : રિષભ પંતને સલાહ આપતા કુમાર સંગકારાએ કહ્યુ... access_time 1:06 pm IST

  • જો ડેન્લીની જગ્યા લેવા ન્યુઝીલેન્ડ સામેની ટેસ્ટમાં રમશે બેરસ્ટો access_time 1:06 pm IST