Gujarati News

Gujarati News

News of Saturday, 9th June 2018

સોમાલિયામાં થયેલ હુમલામાં અમેરિકી સૈનિકનું મોત

નવી દિલ્હી: સોમાલિયામાં આજે થયેલ એક હુમલામાં અમેરિકાના વિશેષ અભિયાનના એક સૈનિકનું મોત નીપજ્યું છે જ્યારે અન્ય ચાર સૈનિકોને ઇજા પહોંચી હોવાનું જાણવામાં આવી રહ્યું છે.સોમાલિયાના એક સૈનિક પણ આ હુમલામાં ઘાયલ થયો તેવી માહિતી મળી રહી છે.અમેરિકાના એક રક્ષા અધિકારીએ જણાવ્યું હતું કે સોમાલિયાના જુબાલેન્ડમાં થયેલ હુમલામાં એક અમેરકી સૈનિક મોતને ભેટ્યો તેમજ ચાર અન્યને ઇજા પહોંચી છે અને સોમાલિયાના એક સૈનિકની હાલત ગંભીર હોવાનું જાણવામાં આવી રહ્યું છે હજુ સુધી આ હુમલો કોને કર્યો તે જાણવામાં આવી રહ્યું નથી.

(6:40 pm IST)