Gujarati News

Gujarati News

News of Saturday, 9th June 2018

નાકમાં ઘુસી ગયેલી બે ઈંચની જળો ડોકટરોએ બે વીક પછી જીવતી કાઢી

બીજીંગ તા.૯: દક્ષીણ ચીનના બેઇહાઇ પીપલ્સ હોસ્પિટલમાં ૫૧ વર્ષના એક ભાઇના નાકમાંથી ડોકટરોએ જીવતી જળો ચિપીયાથી ખેંચી કાઢી હતી. આ ઘટનાનો વિડીયો પણ સાથે ઉભેલી નર્સે ઉતાર્યો હતો. આ દરદી ઘણા વખતથી યમન દેશમાં રહેતો હતો અને થોડાક દિવસ પહેલા જ પાછો આવ્યો હતો. તેની વાઇફનુ કહેવુ હતું કે તેના પતિના નાકમાંથી છેલ્લા દસ દિવસથી લોહી પડ્યા કરતુ હતું. નાક સાફ કરતી વખતે અંદર ઉંડે કશુંક હોય એવું દેખાતુ પણ હતું. વાઇફના કહેવા મુજબ કયારેક તેને ડાબા નસકોરામાં  તો કયારેક જમણા નસકોરામાં કંઇક સળવળી રહ્યુ હોય એવું લાગતુ હતું. જ્યારે દર્દીને ડોકટર પાસે લાવવામાં આવ્યો ત્યાં સુધીમાં તેના શરીરમાં ખૂબ લોહીની કમી થઇ ચુકી હતી. નાક-મોમાં સાધન નાખતા જ ડોકટરોને ખબર પડી ગઇ કે અંદર કોઇક મોટુ જીવડુ છે જે જમણાથી ડાબા અને ડાબાથી જમણા  નસકોરામાં ફર્યા કરે છે. ડોકટરે એન્ડસ્કોપ  નાકનામાં નાખીને જીવડું એકઝેકટલી કયા લોકેશનમાં છે એ તપાસીને પછી લાંબા ચિપીયા વડે બહાર ખેંચી  કાઢ્યુ હતુ. જીવડુ બહાર આવ્યુ ત્યારે ખબર પડી કે એ તો લગભગ બે ઈંચ લાંબી લોહી પીતી જીવતી જળો હતી. (૧૭.૪)

(4:05 pm IST)