Gujarati News

Gujarati News

News of Saturday, 9th June 2018

જોર્ડનના શહેરોમાં તોફાનો બાદ રાજા દ્વારા તાબડતોબ વધારો રદ

જોર્ડનના શહેરોમાં બે દિવસના તોફાનો પછી  જોર્ડનના રાજા અબ્દુલ્લાહે શુક્રવારે સરકારને ઇંધણ અને વિજળીમાં કરાએલ ભાવ વધારો રદ કરવાનો આદેશ આપ્યો છે. વિરોધીઓ ''સરકાર હટાવો'' ના નારા પોકારતા હતા અને ''રસ્તા રોકો'' આંદોલન છેડાયું. આર્થિક મુશ્કેલીઓએ હવે જોર્ડનના ઉચ્ચ માધ્યમ વર્ગને ભીંસમાં લીધો છે જેઓ અત્યાર સુધી સરકારને વફાદાર રહયા છે. જોર્ડનનું રાષ્ટ્રીય દેવુ ૩૫ બીલીયન ડોલરે પહોંચ્યું છે. જે તેના કુલ રાષ્ટ્રીય ઉત્પાદનના ૯૦ ટકા જેટલુ છે.

(12:56 pm IST)