Gujarati News

Gujarati News

News of Saturday, 9th June 2018

ચીનમાં કાળઝાળ ગરમી : લોકો કારના બોનેટ પર માછલી ફ્રાય કરી ખાય છે

ઇન્ટરનેટ પર ફોટો-વિડીયો વાયરલ

બેઈજિંગ તા. ૯ : ભારતમાં ગરમીથી લોકોનું જીવન મુશ્કેલીભર્યું બન્યું છે. ચોમાસાના આગામનથી કેટલાક રાજયોમાં રાહત થઈ છે પરંતુ કેટલાક રાજયોમાં હજું પણ ગરમી પડે છે. આવી ગરમી ભારતમાં જ નહીં પરંતુ અન્ય દેશોમાં પણ પડી રહી છે જેનાથી ત્યાંના લોકોનું જીવન જીવવું મુશ્કેલ થઈ ગયું છે. જોકે અહીંયા લોકો ગરમીનો ફાયદો પણ ઉઠાવી રહ્યા છે.

સોશિયલ મીડિયામાં કેટલાક ફોટો વાઈરલ થયા છે. આ ફોટોમાં એક મહિલા ભર તડકે કારના બોનેટ પર આરામથી માછલી પકાવી રહી છે. એવો દાવો કરવામાં આવે છે કે આ ફોટોગ્રાફ ચીનના છે અને અહીં પારો ૪૦ ડિગ્રી પહોંચી ગયો છે. ચીનના મીડિયા અનુસાર આ ઘટના ચીનના શનડોંગ પ્રાંતના બિંઝોઉનું છે.

ચીનના પીપલ્સ ડેલી દ્વારા શેર કરેલા ફોટોગ્રાફમાં એક મહિલા કાર સામે ઊભી છે અને તેની કારના બોનેટ પર માછલીઓને ફ્રાઈ કરી રહી છે. થોડા સમય મહિલા એક માછલી ઊંચી કરીને દેખાડે છે કે તે પાકી ગઈ છે. ઈન્ટરનેટ પર વાઈરલ થયેલા આ ફોટો જોઈને સૌંકોઈ ચોંકી ગયા છે.આ પહેલા પણ ભારતનો એક વીડિયો વાઈરલ થયો હતો. જેમાં એક વ્યકતિ તડકામાં ગરમ થયેલી રેતી પર પાપડ સેકતો જોવા મળી રહ્યો હતો.(૨૧.૮)

(11:42 am IST)