Gujarati News

Gujarati News

News of Saturday, 9th June 2018

કેવી રીતે લગાવવો મની પ્લાન્ટ?

તમે સતત અસફળતાનો સામનો કરીને થાકી ગયા છો? આપણી તનતોડ મહેનત બાદ પણ કયારેક સફળતા નથી મળતી. ત્યારે લોકો અંધશ્રધ્ધાના માર્ગે ખેંચાય જાય છે. તો જાણી લો આવી જ એક મની પ્લાન્ટની માન્યતા વિશેે.

એવુ માનવામાં આવે છે કે સફળતા મેળવવા માટે ઘરની દક્ષીણ દિશામાં માટીમાં મની પ્લાન્ટ લગાવો. એ વાતનું ધ્યાન રાખવુ કે મની પ્લાન્ટ કયારેય કાચની બોટલમાં ન લગાવવો જોઈએ.

તમે એવુ ઘણા લોકો પાસેથી સાંભળ્યુ હશે કે તમે તમારી કોઈ ઈચ્છા પૂરી કરવા ઈચ્છો છો તો દરરોજ મની પ્લાન્ટના છોડમાં કાચુ દૂધ ચઢાવી તમારી મનોકામના બોલો. એવુ કરવાથી તમારી મનોકામના ઝડપથી પૂરી થઈ જશે. સફળતા મેળવવા માટે એક કાગળ પર એવા લોકોના નામ લખો, જેની પાસેથી તમારે પૈસા લેવાના હોય અને સોમવારે તે કાગળને મની પ્લાન્ટના મૂળમાં દબાવી દો. થોડા જ દિવસોમાં તમને સફળતા પ્રાપ્ત થશે.

(9:19 am IST)