Gujarati News

Gujarati News

News of Tuesday, 8th November 2022

અમેરિકાના આ પાર્કમાં આવેલ લોકોનું નસીબ અચાનક ચમકી જાય છે:મળી આવે છે હીરા

નવી દિલ્હી: હીરાની ખાણોમાંથી હીરાને શોધવો અને તરાસવોએ ખૂબજ અઘરું કામ છે.જો કે એ જાણીને નવાઇ લાગશે કે અમેરિકાના એક પાર્કમાં લોકો હીરા શોધવા આવે છે આમ  આ માત્ર પાર્ક જ નહી હીરાની ખાણ પણ છે. આ પાર્કમાં કોઇ પણ આવીને હીરો શોધીને લઇ જઇ શકે છે.૨૪ કલાક દરમિયાન પ્રતિબંધ કે સિકયોરિટી પણ નથી.એટલું જ નહી હીરો મેળવનારાએ કોઇ પણ પ્રકારનો ટેકસ પણ ભરવો પડતો નથી. અરકાસ નામના સ્ટેટમાં હીરાની ખાણો છે આ સ્થળે દરેકને હીરા શોધવા માટે પ્રવેશની છુટ છે. પહેલી નજરે અરકાસ નેશનલપાર્ક નામના સ્થળે હીરાની આ ખાણને જોતા એક વિશાળ ખેતર હોય તેમ જણાય છે.૩૭.૫ એકરમાં ફેલાયેલી આ ખાણની મુલાકાતે કેટલાય લોકોનું ભાગ્ય ચમકી ગયું છે. એક માહિતી માર્ચ મહિનામાં ૧૪ વર્ષના યુવાન કાલેલ લેન્ડફોર્ડને ૭.૪૪ કેરેટનો હીરો મળ્યો હતો. નવાઇની વાત તો એ છે કે આ હિરો મેળવવા તેને માત્ર અડધો કલાક જ શોધવો પડયો હતો. કાલેલ હીરાના ખાણમાંથી પસાર થઇ રહયો હતો ત્યારે તેની નજર એક ભૂરા રંગના પથ્થર પર પડી હતી.નજીકમાં આવીને જોયું તો કોઇ ખાસ વસ્તુ જણાઇ હતી.ગત વર્ષ ઓકટોબરમાં ડેન ફેડરિક અને તેની દિકરીએ સાથે મળીને ૨.૦૩ કેરેટનો હીરો શોધ્યો હતો. આવા તો એક કરતા અનેક કિસ્સાઓ છે.

(4:41 pm IST)