Gujarati News

Gujarati News

News of Saturday, 8th August 2020

દક્ષિણ કોરિયામાં એક મહિલા સાંસદના ડ્રેસને લઈને થઇ ટીકાઓ

નવી દિલ્હી: દક્ષિણ કોરિયાની એક મહિલા સાંસદ કલરફૂલ ડ્રેસને લઇને ટિકાનો શિકાર થઇ રહી છે. મહિલા સાંસદ Ryu Ho-Jeong તાજેતરમાં જ સાઉથ કોરિયાના પાર્લામેન્ટના સત્રમાં પહોંચી હતી. આ દરમિયાન તે ડિઝાઇનર કલરફૂલ ડ્રેસમાં જોવા મળી. સાંસદ તરીકે તેમનો આ ગ્લેમર અવતાર ઘણા લોકોને પસંદ ન આવ્યો અને તેમના પરવેશ વિશે ડિબેટ શરૂ થઇ ગઇ.

            મહિલા સાંસદ Ryu Ho-Jeong 28 વર્ષની ઉંમરમાં સાઉથ કોરિયાની રાષ્ટ્રીય એસેમ્બલીના સભ્યોમાં સૌથી યુવાન છે. જે તાજેતરમાં જ સંસદ સત્રમાં ડિઝાઇનર વ્રેપ ડ્રેસ પહેરેલી જોવા મળી જ્યારે બાકી બીજી મહિલા સંસદ સૂટમાં હતી. Ryu Ho-Jeong ના અવતાર પર બધાની નજર પડી. ખાસકરીને ત્યાંના સ્થાનિક મીડિયાની. કોરિયન મીડિયાએ Ryu Ho-Jeong ને પોતાના કેમેરમાં કેદ કરી. મીડિયામાં સમાન રૂપથી તેમની પ્રશંસા અને ટીકા કરવામાં આવી.

(5:51 pm IST)
  • ૨૮ દિવસ બાદ અભિષેકનો કોરોના ટેસ્ટ નેગેટીવ : અભિષેક બચ્ચને પણ કોરોનાને માત આપીઃ બીગ બી બાદ અભિષેક, ઐશ્વરીયા અને આરાધ્યાનો પણ ટેસ્ટ પોઝીટીવ આવ્યો હતો. અભિષેકે ટવીટ કરી કહ્યું કે મેં કહ્યું હતુ ને કે હું કોરોના હરાવી દઇશ. access_time 3:51 pm IST

  • ઓડિશાના બહરામપુરમાં ભૂકંપના આંચકા : રિક્ટર સ્કેલ પર તીવ્રતા 3.8 નોંધાઇ access_time 12:46 pm IST

  • યુટ્યુબર ધનશ્રી વર્માએ શનિવારે ભારતીય યુવા ક્રિકેટર યજુવેન્દ્ર ચહલ સાથે સગાઈ કરી હતી. નૃત્યાંગના-કોરિયોગ્રાફર ધનશ્રી એ આ સમાચાર તેના ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા છે. ધનશ્રીએ મંગેતર યુઝવેન્દ્ર સાથેના ચિત્રો શેર કરતાં લખ્યું કે "અમે અમારા પરિવારો ની હાજરીમાં 'YES' કહ્યું હતું access_time 6:51 pm IST