દેશ-વિદેશ
News of Saturday, 8th August 2020

દક્ષિણ કોરિયામાં એક મહિલા સાંસદના ડ્રેસને લઈને થઇ ટીકાઓ

નવી દિલ્હી: દક્ષિણ કોરિયાની એક મહિલા સાંસદ કલરફૂલ ડ્રેસને લઇને ટિકાનો શિકાર થઇ રહી છે. મહિલા સાંસદ Ryu Ho-Jeong તાજેતરમાં જ સાઉથ કોરિયાના પાર્લામેન્ટના સત્રમાં પહોંચી હતી. આ દરમિયાન તે ડિઝાઇનર કલરફૂલ ડ્રેસમાં જોવા મળી. સાંસદ તરીકે તેમનો આ ગ્લેમર અવતાર ઘણા લોકોને પસંદ ન આવ્યો અને તેમના પરવેશ વિશે ડિબેટ શરૂ થઇ ગઇ.

            મહિલા સાંસદ Ryu Ho-Jeong 28 વર્ષની ઉંમરમાં સાઉથ કોરિયાની રાષ્ટ્રીય એસેમ્બલીના સભ્યોમાં સૌથી યુવાન છે. જે તાજેતરમાં જ સંસદ સત્રમાં ડિઝાઇનર વ્રેપ ડ્રેસ પહેરેલી જોવા મળી જ્યારે બાકી બીજી મહિલા સંસદ સૂટમાં હતી. Ryu Ho-Jeong ના અવતાર પર બધાની નજર પડી. ખાસકરીને ત્યાંના સ્થાનિક મીડિયાની. કોરિયન મીડિયાએ Ryu Ho-Jeong ને પોતાના કેમેરમાં કેદ કરી. મીડિયામાં સમાન રૂપથી તેમની પ્રશંસા અને ટીકા કરવામાં આવી.

(5:51 pm IST)