Gujarati News

Gujarati News

News of Wednesday, 8th July 2020

દક્ષિણ ચીનમાં બસ પાણીમાં ખાબકતા 21 વિદ્યાર્થીઓના મૃત્યુ નિપજતા અરેરાટી

નવી દિલ્હી:  દક્ષિણ ચીનમાં મંગળવારે એક બસ પાણીમાં ડૂબી ગઈ હતી. અકસ્માતમાં ઓછામાં ઓછા 21 વિદ્યાર્થીઓના મોત થયા છે, જ્યારે 15 ઘાયલ થયા છે. કોલેજની વાર્ષિક પ્રવેશ પરીક્ષા દેવા જતા વિદ્યાર્થીઓને લઈ જતી બસ ગુઇઝોઉ પ્રાંતના તળાવમાં પડી હતી. ત્યાં તૈનાત બચાવ કર્મચારીઓએ તાત્કાલિક રાહત અને બચાવ કામગીરી હાથ ધરી હતી અને ઇજાગ્રસ્તોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કર્યા હતા.

સ્થાનિક ઇમરજન્સી મેનેજમેન્ટ વિભાગ દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે બસ એક રેલિંગ સાથે અથડાઇ હતી અને ગુઇઝહૂ પ્રાંતના હિંજેન તળાવમાં પડી ગઈ હતી. દુર્ઘટનામાં ઓછામાં ઓછા 21 વિદ્યાર્થીઓનાં મોત નીપજ્યાં છે અને 15 ઘાયલ થયાં છેચીની સરકારી ચેનલે સીસીટીવીના આધારે અહેવાલ આપ્યો હતો કે ઘટના મંગળવારે બપોરે અંશુન નગરમાં બની હતી અને પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું હતું કે બસમાં વિદ્યાર્થીઓ હતા જેઓ કોલેજની પરીક્ષા આપવા જતા હતા.

(6:18 pm IST)