Gujarati News

Gujarati News

News of Wednesday, 8th July 2020

તો આ કારણોસર ઘરમાં રાખવામાં આવે છે લાફિંગ બુદ્ધા

નવી દિલ્હી: ફેંગશુઈમાં ઘરની પોઝિટિવિટી વધારવા અને નેગેટિવ ઊર્જાથી બચવાની મદદ કરે છે. વાતાવરણ પોઝિટિવ જાળવી રાખવા માટે ઘરમાં લાફિંગ બુદ્ધા રાખવાની પરંપરા છે. લાફિંગ બુદ્ધાની મૂર્તિ ડ્રોઇંગ રૂમમાં રાખવી જોઇએ. મૂર્તિનું મુખ મુખ્ય દ્વાર સામે રાખો. મૂર્તિ રસોડામાં કે બેસમેન્ટમાં રાખવી જોઇએ. ગિફ્ટમાં મળેલી મૂર્તિ વધારે શુભ માનવામાં આવે છે. લાફિંગ બુદ્ધાની મૂર્તિ થોડા ઊંચા સ્થાને રાખો. ધનની પોટલીવાળા લાફિંગ બુદ્ધા ઓફિસમાં રાખવા જોઇએ. સંતાનના સુખની કામનાથી બાળકો સાથે બેઠેલાં લાફિંગ બુદ્ધાની મૂર્તિ રાખો. જો ઘરનું વાતાવરણ અશાંત હોય તો ધ્યાનમાં બેઠેલાં લાફિંગ બુદ્ધા રાખવાથી પોઝિટિવ ફળ મળી શકે છે.

(6:18 pm IST)