Gujarati News

Gujarati News

News of Tuesday, 7th July 2020

બ્રિટનમાં 103 વર્ષીય વૃધ્ધે 14 હજાર ફીટની ઉંચાઈ પરથી સ્કાઈ ડાઇવિંગ કરી સહુ કોઈને ચોંકાવ્યા

નવી દિલ્હી: સામાન્ય રીતે વય વધવાની સાથે માણસ કામથી નિવૃત થતો જતો હોય છે, સાહસની તો વાત કયાં કરવી. પરંતુ બ્રિટનના 103 વર્ષના બુઝુર્ગે વાતને ખોટી સાબીત કરી દીધી છે. સામાન્ય રીતે માણસનું આયુષ્ય 100 વર્ષનું ગણાય પરંતુ બ્રિટનના એક 103 વર્ષીય બુઝુર્ગ અલ બ્લાસ્ચકે નામના બુઝુર્ગે 14 હજાર ફીટની ઉંચાઈથી ઉડી રહેલા વિમાનમાંથી સ્કાઈ ડાઈવીંગ કરીને બધાને ચોંકાવી દીધા હતા. પરાક્રમ કરીને તેણે ગિનિસ બુકમાં પોતાનું નામ નોંધાવ્યું છે. રસપ્રદ બાબત છે કે ત્રણ વર્ષ બાદ તેણે પોતાનો રેકોર્ડ તોડયો છે.

          બીજા વિશ્ર્વ યુદ્ધ દરમિયાન વિમાનના સ્પેર પાર્ટસનું નિર્માણ કરનાર સેવા નિવૃત ક્રાફટસમેને 2017માં પોતાના 100માં જન્મદિને 10 હજાર ફિટની ઉંચાઈથી પ્રથમવાર સ્કાઈ ડાઈવીંગ કર્યું હતુંહવે તેમણે પોતાનો રેકોર્ડ તોડયો છે. તેમણે જણાવ્યું હતું કે મેં કયારેય નહોતું વિચાર્યું કે હું આવું કરી શકીશ.

(6:05 pm IST)