Gujarati News

Gujarati News

News of Friday, 8th June 2018

વર્ષોથી અડગ છે માટીનાં બિલ્ડિંગો ધરાવતું યમનનું આ શહેર

લંડન તા ૮ : માટીના ઘરો કે ઝુપડીઓ તો આપણે અનેક ગામોમાં જોયાં છે. ઉંચી ઇમારતો તો સિમેન્ટ અને લોખંડમાંથી જ બને એવું આપણે માનીએ છીએ. જોકે મધ્ય-પુર્વીય યમનના શિબમ શહેરમાં માટીની ઉંચી ઇમારતો સદીઓ પહેલા બની છે. જે ગરમી, ઠંડી અને વરસાદની ઝીંક ઝીલીનેય હજી અડીખમ છે. નવાઇની વાત એ છે કે આ માટીની ઇમારતો ૧૬ મી સખીમાં બનેલી હોવાનું કહેવાય છે. માટીના બિલ્ડિગોની સંખ્યા લગભગ૫૦૦ થી વધુની છે જેમાં હાલમાં ૭૦૦૦ જેટલા લોકો રહે છે.ઙ્ગમાટીમાંથી બન્યા હોવા છતાં આ બિલ્ડિંગો અનેક કુદરતી સીઝનલ બદલાવોને ખમી ગઇ છે. શિબમ શહેરના લોકોનો મુખ્ય વ્યવસાય પશુપાલન છે. ૨૦૦૮ માં આવેલા ભયાનક તોફાન વખતે ઘણી ઇમારતોનેખુબ નુકશાન પહોચ્યું હતું, પરંતુ અહીંના રહેવાસીઓએ એનું સમારકામ કરીનેફરીથી જેવા હતા એવાજ બિલ્ડિગો બનાવી દીધાં છે. કુદરતી માટીનો રંગ હોવાથી દિવસે તે ચમકી ઉઠે છે અનેરાતે એમાં થતી લાઇટિંગ્સથી ઝળહળી ઉઠે છે. ઇમારતમાં નાની બખોઇ જેવી બારીઓ એની સુંદરતામાં વધારો કરે છે. આ ઇમારતોનેવલ્ડ હેરિટેજનો દરજ્જો મળ્યો છે.

(3:35 pm IST)