Gujarati News

Gujarati News

News of Tuesday, 8th January 2019

કોથમીર : ગુણકારી ઔષધિ

લગભગ બધા જ ભારતીયોના ઘરમાં કોથમીર હોય છે. ભોજનમાં સ્વાદ વધારનાર કોથમીર દુનિયાભરમાં ફેમસ છે. ભારતીય રસોઈમાં આનો વધારે ઉપયોગ  કરવામાં આવે છે.  આ ફકત સ્વાદ વધારવા માટે જ ઉપયોગી નથી, પરંતુ આમાં ઔષધિ ગુણો ભરપૂર માત્રામાં રહેલા છે. આને અંગ્રેજીમાં 'કોરીયાન્ડ' નામના શબ્દથી પ્રયોગ કરવામાં આવે છે. આ રહ્યા તેના ફાયદાઓ... 

 ત્વચાની સમસ્યા- કોથમીર ના પાન ખાવાથી ત્વચાની સમસ્યા દુર થાય છે. આમાં એન્ટી ફંગલ અને એન્ટી સેપ્ટિક ગુણો જોવા મળે છે. ત્વચામાં આવતી ખંજવાળને દુર કરવા માટે કોથમીર ખુબ જ બેનિફિશિયલ છે. જે જગ્યા તમને ખંજવાળ આવતી હોય ત્યાં કોથમીરની પેસ્ટ બનાવીને લગાવવી. આ ત્વચાની સમસ્યા જેમકે ખરજવું અને એલર્જી થી રાહત આપે છે.

 આંખ માટે બેનિફિટ- કોથમીરમાં વિટામિન-એ પ્રચુર માત્રામાં હોય છે. તેથી કોથમીર ચટણી નિયમિત રૂપે ખાવાથી આપણી આંખો માટે ફાયદાકારક છે. આમાં ફાઈબર, કાર્બોહાઈડ્રેટ, ખનિજ પદાર્થ જેવા કે કેલ્શિયમ, ફોસ્ફરસ, આયર્ન, કેરોટિન, પોટેશિયમ અને વિટામિન-સી ભરપૂર માત્રામાં મળી આવે છે.

 વિકનેસ દુર કરે- જો તમને શરીરમાં થાક અને નબળાઈ વધારે મહેસૂસ થાય છે તો તમે બે ચમચી કોથમીરના રસમાં ૧૦ગ્રામ ખાંડ અને અડધી વાટકી પાણી મિકસ કરીને સવાર સાંજ પીલો. તેનાથી શરીરમાં ઉર્જા મળશે અને તમે આખો દિવસ તરોતાજા રહેશો.

(9:32 am IST)